Abtak Media Google News

છેલ્લાં 5,000 વર્ષની પરંપરાથી પ્રાપ્ત થયેલી ગુજરાતની આગવી કળા તે ગરબો. જેનામાં ગરબા-ગીતના સૂર ન વહેતા હોય તેવી ભાગ્યે જ કોઈ ગુજરાતણ હશે. વિક્રમ સંવતના છેલ્લા પંચાવન દિવસમાં સોળ શ્રાદ્ધ પછી શરૂ થાય છે નોરતાં. વરસાદ વિદાય લે, ન લે ત્યાં સુધીમાં શરદ ઋતુની સવારી આવી પહોંચે છે.

આસો માસની એકમથી નવ દિવસ સુધી નોરતાંનો ઉત્સવ ઊજવાય છે એ આપણે લગભગ બધાં જાણીએ છીએ. ‘ગરબો’ શબ્દના અર્થ બાબતે આપણા વિદ્વાનો વચ્ચે ભિન્નમત પ્રવર્તે છે.

“ગરબો શબ્દ દીપગર્ભ ઘટઃ પૈકીના ‘ગર્ભ’માંથી હું લઉં છું. ગર્ભ શબ્દનો અર્થ ‘ઘડો’ અથવા ‘ઘડું’ એવો થાય છે. છિદ્રવાળા ઘડાને ‘ગરબો’ કહે છે.”“અખંડ ઘડામાં છિદ્ર પડાવવા તેને ‘ગરબો કોરાવવો’ કહે છે. ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ઘડાને આજે પણ ગરબો જ કહેવામાં આવે છે.”

”તેથી ‘ગરબો’ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ માનવામાં આવ્યો હોય એવું અનુમાન કરી શકાય.”

“દીપગર્ભ ઘટઃ એ પ્રયોગમાં ‘ઘટઃ’નો અર્થ ‘દીપગર્ભા’ એ વિશેષણ દ્વારા થવા લાગ્યો.”

”કાળક્રમે ‘દીપગર્ભા’ શબ્દમાંથી પૂર્વપદ ‘દીપ’નો લોપ થતાં ‘ગર્ભા’ શબ્દ રહ્યો અને તેના પરથી ‘ગરભો’ થઈને ‘ગરબો’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો.”

”આ રીતે ‘ગરબો’ શબ્દ કાણાંવાળા માટીના કે ધાતુના ઘડા માટે રૂઢ બન્યો. આ ગરબો દૈવી શક્તિનું પ્રતિક બન્યો.”

“નવરાત્રમાં એવો ગરબો માથે લઈને અથવા વચ્ચે સ્થાપી કૂંડાળું ગાવાની પરંપરા છે.”

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.