Abtak Media Google News

દરિયામાં કેવી રીતે ખેતી થઈ શકે તે અંગે થિયરી અને પ્રેક્ટીકલ એમ બંને રીતે ભણાવવામાં આવશે: આઇઆઇએસ દ્વારા પીડીલાઈટ કંપની સાથે આ કોર્ષ ભણાવવા એમઓયુ

ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષની માફક આ વખતે પણ અનેક નવા કોર્ષ શરૂ કરવામાં આવશે. જેમાં ખાસ સમુદ્રમાં ખેતી કરવાનો કોર્ષ સામેલ છે. દેશમાં કોઈ પણ જગ્યાએ આ કોર્ષ ભણાવવામાં આવતો નથી તે ગુજરાત યુનિવર્સીટી પ્રથમ વખત ભણાવશે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી દ્વારા અત્યારે આઇએમઆરએસ તથા એમઆરએસનો કોર્ષ ભણાવવામાં આવે છે.

હવે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં 8 નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સીવીડ ફાર્મિંગનો કોર્ષ ખૂબ જ મહત્વનો છે. જે અંતર્ગત દરિયામાં કેવી રીતે ખેતી થઈ શકે તે અંગે થિયરી અને પ્રેક્ટીકલ એમ બંને રીતે ભણાવવામાં આવશે. આઇઆઇએસ દ્વારા પીડીલાઈટ કંપની સાથે આ કોર્ષ ભણાવવા એમઓયુ  કરવામાં આવ્યા છે. આઇઆઇએસ દ્વારા બે પ્રકારે 8 કોર્ષ ભણાવવામાં આવશે જેમાં એક ઇન્ટિગ્રેટેડ માસ્ટર ઓફ રૂરલ મેનેજમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી જે 5 વર્ષનો કોર્ષ રહેશે. જ્યારે બીજો માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ 2 વર્ષનો કોર્ષ રહેશે. ગુજરાત યુનિવર્સીટી દ્વારા ડ્યુઅલ ડિગ્રી એડમિશનની મંજૂરી આપવામાં આવી છે, જેથી અન્ય ડિગ્રી ચાલુ હોય છતાં એમઆરએસ  અને આઈએમઆરએસના કોર્ષ વિદ્યાર્થી ભણી શકશે.

ગુજરાત યુનિવર્સિટીમાં ડેરી-ફાર્મિંગના બીજા 7 કોર્ષમાં 1) એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ, 2) કલાઇમેટ ચેન્જ-રિન્યુએબલ એનર્જી, 3) એન્ટ્રપ્રિન્યોરશિપ, 4) ડેરી મેનેજમેન્ટ, 5) કોમ્યુનિટી મેનેજમેન્ટ, 6) કો-ઓપરેટિવ મેનેજમેન્ટ, 7) નેચરલ ફાર્મિંગનો સમાવેશ થાય છે.

અન્ય ડિગ્રીની સાથે કોર્ષ કરી શકાશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડ્યુઅલ ડિગ્રી એડમિશનની મંજૂરી આપવામાં આવી છે, જેથી અન્ય ડિગ્રી ચાલુ હોય છતાં ખછજ અને ઈંખછજના કોર્સ કરી શકાશે. બંને પ્રકારના કોર્સમાં 8 વિકલ્પ મળશે. જેમાંથી વિદ્યાર્થી કોઈ પણ વિકલ્પ પસંદ કરી તે ક્ષેત્રે ભણી શકશે.

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં થિયરી ભણાવાશે

સિવિડ ફાર્મિંગના કોર્ષમાં પીડિલાઈટ કંપની સાથે ખઘઞ થયા હોવાથી વિદ્યાર્થીઓને ભાવનગર તથા મુન્દ્રા પોર્ટ પર લઈ જઈને પ્રેક્ટિકલ અભ્યાસ કરાવવામાં આવશે. જ્યારે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં થિયરી ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ભણાવવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, રિસર્ચર, ગવર્મેન્ટમાંથી એમ અલગ અલગ ફેકલ્ટી ભણાવવા આવશે. અત્યારે પણ ઈંઈંજ માં ભણતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન માટે દેશભરમાં અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે તે પ્રમાણે ભણાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.