Abtak Media Google News

પેટ્રોલની કિંમતમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો

ઓઈલ કંપનીઓ દ્વારા સોમવાર અને મંગળવાર એમ બે દિવસ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહતો. દરમિયાન બે દિવસની રાહત બાદ આજે ફરી વાહન ચાલકો પર ભાવ વધારાનો કોરડો વીંઝવામાં આવ્યો આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિલીટર 34 પૈસા અને ડીઝલના ભાવમા 38 પૈસાનો વધારો કરવામા આવતા રાજકોટમાં ભાવ રેકોર્ડ સપાટીએ પહોચી જવા પામ્યા છે.

આંતર રાષ્ટ્રીય બજારમાં સતત વધી રહેલા ક્રુડ બેરલના ભાવના કારણે ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમા રોજ વધારો કરવામાં આવી રહ્યો છે. ગત રવિવારે ભાવ વધારો ઝીંકાયા બાદ વાહન ચાલકોને બે દિવસ ભાવ વધારામાં રાહત આપવામા આવી હતી. દરમિયાન આજે ફરી પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ 34 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો લાદવામાં આવ્યો છે.

આજે રાજકોટનાં એક લીટર પેટ્રોલના ભાવ 104.30 રૂપીયા અને એક લીટર ડીઝલના ભાવ 103.93 રૂપીયાએ પહોચી જવા પામ્યા છે. પાવર પેટ્રોલના ભાવ 107.75 રૂપીયા અને ટુબ્રોના ભાવ રૂ. 107.30 રૂપીયાએ પહોચી ગયા છે.તહેવારોની સીઝનના ઈંધણના ભાવમા લાગેલી આગના પાપે મોંઘવારી પણ લબકારા મારી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.