Abtak Media Google News

પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો; ડીઝલ પણ સદી ભણી

આંતર રાષ્ટ્રીય બજારોમાં ક્રુડ બેરલના ભાવો સતત સળગી રહ્યા છે જેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ લાગી છે આજે સતત ચોથા દિવસે ભાવ વધારાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો હતો. રાજકોટમાં આજે પેટ્રોલના ભાવ 100 રૂપીયાને પારથઈ ગયા છે. આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા અને ડિઝલની કિંમતમાં 36 પૈસાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યા છે. સતત ભાવ વધારાના કારણે વાહન ચાલકોની રાડ બોલી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોચી જતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નવેસરથી ભાવ વધારાની સીઝન શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિલીટર 31 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિલીટર 36 પૈસાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. રાજકોટમાં પ્રથમવાર નોન બ્રાન્ડેડ પેટ્રોલનો ભાવ આજે 100 રૂપીયાને પાર થઈ ગયો છે. જયારે ડીઝલની કિંમત પણ સદી મારવા તરફ આગળ વધી રહી છે. રાજકોટમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ.100.15 જયારે ડીઝલના ભાવ પ્રતિલીટર રૂ.99.02 પહોચી ગયા છે. છેલ્લા આઠ દિવસમાં છઠી વખત ભાવ વધારો લાદવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.