Abtak Media Google News

સોમનાથ મહાદેવ મંદિરે દર્શનના સમયમાં કરાયો વધારો

આરતીના અડધા કલાક પહેલા અને પછીના સમય સિવાય ભાવિકો સવારના ૬ વાગ્યાથી રાત્રિના ૯.૧૫ સુધી દર્શનનો લાભ લઈ શકશે

‘ભકતો કો કભી તુને, નિરાશ નહીં કીયા’ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

ભારત બાર જયોતિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણનાં પ્રારંભથી દર્શનાર્થીઓ માટે દર્શન માટેનો સમય સવારે ૭.૩૦ થી ૧૧.૩૦ અને બપોરે ૧૨.૩૦ થી ૬.૩૦ તથા શનિ,રવિ, સોમ દર્શન માટેનો સમય ૬ સવારથી ૬.૩૦ થી ૭.૩૦થી ૧૧.૩૦ બપોરે ૧૨.૩૦ થી ૬.૩૦ અને સાંજે ૭.૩૦ થી રાત્રે ૯.૧૫ રખાયો હતો.

પરંતુ સુચારૂ વ્યવસ્થા જળવાય અને દર્શનાર્થીઓ પવિત્ર શ્રાવણ માસમાં વધુને વધુ શણગાર દર્શન અને પરંપરાગત દર્શન પૂજન કરી શકે તે માટે સામેનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે હવે શનિ, રવિ, સોમ નહી સંપૂર્ણ શ્રાવણ માસ આરતીનાં અડધા કલાક પહેલા અને પછીનાં સમય શિવાય સવારના ૬ થી દર્શન કરી શકશે.

આ ઉપરાંત પહેલી ઓગષ્ટે અનલોક ૩ જાહેર કરાયેલ છે. જેમાં રાત્રી ક્ફર્યું સંપૂર્ણ હટાવી દેવાયેલ છે. જે પણ દર્શનાર્થીઓ માટે સુલભ બનશે. હવે શ્રાવણ સંપૂર્ણ દર્શન સમયમાં સવારના ૬ થી ૬.૩૦, ૭.૩૦ થી ૧૧.૩૦, બપોરે ૧૨.૩૦ થી ૬.૩૦ સાંજ, તેમજ સાંજે ૭.૩૦ થી રાત્રે ૯.૧૫ સુધી ર્દાનનો લાભ લઈ શકાશે.

શ્રાવણ નિમિતે દર્શનનો સમય

  • સવાર: ૬ થી ૬.૪૦, ૭.૩૦ થી ૧૧.૩૦
  • બપોરે: ૧૨.૩૦ થી ૬.૩૦
  • સાંજે: ૭.૩૦ થી રાત્રે ૯.૧૫ સુધી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.