Abtak Media Google News

રેલવે મુસાફરીને હવાઈ મુસાફરીનું પર્યાય બનાવવા, કમર કસતી મોદી સરકાર

આગામી ચાર વર્ષમાં સુપર ફાસ્ટ ટ્રેન દ્વારા દિલ્હીથી અમદાવાદનું અંતર માત્ર ૭ કલાકમાં કાપી શકાશે તેવી રીતે દિલ્હીથી હાવરાની રેલવે મુસાફરી માત્ર ૧૨ કલાકમા પુરી કરી શકશે. આ માટે મોદી સરકારે રેલવેની સ્પીડ વધારીને પ્રતિકલાક ૧૬૦ કીમી સુધી લઈ જવાનો નિર્ણય કર્યો છે. હાલમા દેશની સૌથી ઝડપી ટ્રેન રાજધાની એકસપ્રેસ ૧૩૦ કીમીની ઝડપે ચાલે છે. આ અંગે મોદી સરકારે બીજી ટર્મના ૧૦૦ દિવસના એજન્ડાના ભાગ રૂપે રેલવેને સ્પીડ વધારવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

આ માટે આગામી ચાર વર્ષમાં રેલવે રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરમાં માળખાકીય ફેરફાર કરવા રૂા.૧૩૫૦૦ કરોડ રૂા.નો ખર્ચ કરવાનું આયોજન કરવામા આવ્યું છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવ દ્વારા રજૂ કરેલા એક પરિપત્ર અનુસાર દિલ્હી-મુંબઈ અને દિલ્હી હાવરાના બે વ્યસ્ત માર્ગો પર ૧૬૦ કીમીની સ્પીડે ટ્રેનને ચલાવવા માયે ટ્રેક સહિતની માળખાકીય સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવશે. આ બંને રૂટો પરથી ૩૦ ટકા આવક પેસેન્જરોમાંથી ૨૦ ટકા આવક માલ સામાન પરિવહનથી આવે છે. યાદવે આ પરિપત્રમાં આ યોજનાને ૩૧ ઓગષ્ટ સુધીમાં અમલી બનાવવા માટે તાત્કાલીક પગલા લેવા સુચના આપી છે.

આ અંગે રેલવે મંત્રાલયે વડાપ્રધાન કાર્યાલયને દરખાસ્તો મોકલી છે સુત્રોના જણાવ્યા અનુસાર યાદવે બુધવારે વડાપ્રધાન મોદી સાથે વિવિધ મંત્રાલયોના ઉચ્ચકક્ષાના સચિવોની યોજાયેલ બેઠકમાં અનેક રૂટો પર ખાનગી માલીકીની ટ્રેનો ચલાવા દેવાની મંજૂરી આપવા ભલામણ કરી હતી.

રેલવે તંત્ર દ્વારા તેના ૧૦૦ દિવસના એજન્ડામાં ગોલ્ડન કવોરીડોલમાં આવતા ૨૫૬૮ રેલવે ક્રોસીંગને દૂર કરવા ઓવર બ્રીજ અને અંડર બ્રીજ કરવા ૫૦ હજાર કરોડ રૂા. ખર્ચ રજૂ કર્યો હતો. આ અંગે કેન્દ્ર સરકાર ફંડ આપે તો ચાર વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. રેલવે માટે અન્ય લક્ષ્યોમાં ૭૦૦ મેગાહર્ટઝ ફીકવન્સી બેન્ડમાં ૧૦ મેગાહર્ટઝ સ્પેકટ્રમની જોગવાઈ સાથે ડીજીટલ કોરિડોર માટે કેબીનેટ પાસે મંજૂરી માંગવામાં આવી છે. જેનાથી સ્પીડમાં વધારો ધુમ્મસ અને સુધારેલી સુરક્ષા દરમ્યાન કામગીરીમાં સુધારો કરવાને કારણે ટ્રેનની ક્ષમતા વધારવા માયે સક્ષમ બનશે અન્ય સુચનોમાં ૬,૪૮૫ રેલવે સ્ટેશનો પર વાઈફાઈ પ્રદાન કરવામાં અધતન સિમલીંગ સિસ્ટમ માટે પાયલોટ પ્રોજેકટ શરૂ કરવા ૫૦ રેલવે સ્ટેશનોની પ્રક્રિયા પુનવિકાસ અને રેલવે બોર્ડના પૂનર્ગઠનની જોગવાઈઓ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.