Abtak Media Google News

બાયોમેટ્રિક આધારિત ડીજી-યાત્રા પધ્ધતિ અમલમાં મુકાશે: મુસાફરને બુકિંગ સમયે જ યુનિક આઈડી અપાશે

ડોમેસ્ટીક ફલાઈટમાં મુસાફરી હવે વધુ સરળ થવા જઈ રહી છે. હવેથી ડોમેસ્ટીક ફલાઈટમાં પેપરલેસ બોર્ડીંગ પ્રક્રિયા હાથ ધરાશે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને અન્ય ચાર ખાનગી મેટ્રો એરપોર્ટ દ્વારા બાયોમેટ્રિક આધારિત ‘ડીજી-યાત્રા’ પધ્ધતિ તૈયાર કરવામાં આવી છે. આ પધ્ધતિ હેઠળ મુસાફરોને યુનિક આઈડી ફાળવવામાં આવશે.

Advertisement

આ પધ્ધતિ અનુસાર દરેક મુસાફરને ઉડ્ડયન મંત્રાલયના પોર્ટલ પરથી યુનિક આઈડી મળશે જે તેના બાયોમેટ્રીક સાથે જોડાયેલું રહેશે. ડિજીટલ યાત્રા આઈડી ડોમેસ્ટીક ફલાઈટના બુકિંગ સમયે જ ફાળવવામાં આવશે. આ આઈડી ફરજીયાત નથી. તેઓને પેપરલેસ બોર્ડીંગ પધ્ધતિને અનુસરવી હશે તેઓને જ યુનિક આઈડી લેવું પડશે. અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬માં ઉડ્ડયન મંત્રાલયે એર સેવા પોર્ટલનું નિર્માણ કર્યું હતું. હવે આ પોર્ટલ ડિજી-યાત્રા પોર્ટલ તરીકે ઉપયોગમાં લેવાશે. આ મામલે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. પોર્ટલમાં દરેક યાત્રીને અલગી આઈડી ફાળવવાની સુવિધા હશે. આ આઈડી આધાર સમાન રહેશે.

બીજી તરફ ડિજી યાત્રાની સુવિધા આપવા એરલાઈન્સની વેબસાઈટમાં પણ અલગી વિકલ્પ ફાળવવામાં આવશે. જે સમયે યાત્રી ઓનલાઈન બુકિંગ કરતો હશે તે સમયે આ વિકલ્પ જોવા મળશે. યુનિક આઈડી મળ્યા બાદ જયારે મુસાફર એરપોર્ટ પહોંચે ત્યારે તેને ફોટો આઈડી અને ફોટોગ્રાફ લઈ જવા ફરજિયાત છે. આ તમામ ડિટેઈલ એક વખત મેળવ્યા બાદ મુસાફરને ફરીથી કોઈ કાગળીયાની પ્રક્રિયાને અનુસરવી પડશે નહીં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.