Abtak Media Google News

હમણાં જ મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ‘ફ્રી’ માં ૪જી જિયો ફોન લોન્ચ કરવાની ધોષણા કરી હતી. ત્યારબાદ રિલાયન્સ જીઓએ મફ્ત વાઇ-ફાઇ કનેક્ટિવીટી જમાવવા દ્વારા HRD મંત્રાલય અંતર્ગેત ૩૮૦૦૦ કોલેજો (ટેકનિકલ અને બિન-તકનિકી) સાથે જોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

જેમા મુખ્યત્વે wi-fiની સુચિ પર…

  • – દિલ્હી યુનિવર્સિટી
  • – બનારસ હિન્દુ યુનિવર્સિટી
  • – અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
  • – સેન્ટ્રલ યુનિવર્સિટી,હિમાચલ પ્રદેશ
  • – સેન્ટ્રલ યુનિવર્સિટી, જમ્મુનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેથી વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ કનેક્શન દ્વારા ઓનલાઇન અભ્યાસ ક્રમો જેવા કે શૈક્ષણિક સંસાધનોનો ઉપયોગ કરી શકાશે. તેમ જ મફ્ત ફોનની જાહેરાત કર્યા પછી આજે રિલાયન્સ જીઓ હવે સમગ્ર દેશમાં ત્રણ કરોડ કોલેજના વિદ્યાર્થીઓને મફ્ત વાઇ-ફાઇ પુરુ પાડવા માંગે છે.

wi-fi ની આ ફ્રી એક્સેસ દ્વારા તમામ વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ કનેક્શન મેળવી શકાશે અને નેશનલ નોલેજ નેટવર્ક દ્વારા ઓનલાઇન અભ્યાસક્રમો જેવા કેswayamપ્લેટ ફોર્મ પર ઉપલબ્ધ હશે જેમાં કંપની આ માટે હોસ્પોટ બનાવવા માંગે છે.

જો કે રિલાયન્સ જીયો એ ગયાજ મહિને મંત્રાલયે તેમની યોજનાઓ વિશે પ્રસ્તુતી કરી હતી. નોંધપાત્ર રીતે માનવ સંશાધન મંત્રાલયની કેન્દ્રિય યુનિવર્સિટીઓ માટે મફ્ત wi-fi પ્રદાન કરવાની દરખાસ્ત પણ છે. જે થોડો સમય સુધી પાઇપલાઇનમાં છે  ઉપરાંત માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે ચાલુ વર્ષના ૩૧ ઓગષ્ટના રોજ ૩૮ યુનિવર્સિટીઓને wi-fi સક્ષમ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.