Abtak Media Google News

નેક રેન્કીંગ ધરાવતી સંસ્થાઓને માન્ય ઓનલાઈન ડિગ્રી કોર્ષની મંજુરી

‘નેક’ એટલે યુનિવર્સિટીનું નાક કહી શકાય કારણ કે નેક દ્વારા સાત પ્રકારના માપદંડોમાં સંસ્થાનું ઉંડાણપૂર્વક મુલ્યાંકન કરવામાં આવે છે જેમાં ખરી ઉતરેલી સંસ્થાઓને ગ્રેડ આપવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ ‘એ+’ ગ્રેડ ધરાવે છે. રાષ્ટ્રીય મુલ્યાંકન માન્યતા પરિષદ ‘નેકે’ જાહેર કર્યું છે કે નેક રેન્કીંગ ધરાવતી સંસ્થાઓમાંથી ઓનલાઈન ડિગ્રી કોર્ષ કરી શકાશે. આ ડિગ્રી પણ નિયમિત ડિગ્રીની માફક માન્ય ગણાશે. સીએબીઈની ૬૫મી મીટીંગમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આવનારા પાંચ વર્ષોમાં વિદ્યાર્થીઓનો એન્રોલમેન્ટ રેશિયો ૩૦ ટકા વધારવા અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. માનવ સાધન વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં આ અંગે નિયમો અને માર્ગદર્શન આપવામાં આવશે.

આશરે દેશભરની ૧૫ ટકા શિક્ષણ સંસ્થાઓ નેકનું એ+, એ++ રેન્કીંગ ધરાવે છે. આ સંસ્થાઓ ઓનલાઈન ત્રણ વર્ષની ડિગ્રી કોર્ષ માટે માન્યતા આપી શકશે. આ પૂર્વ સંસ્થાઓ દ્વારા અપાતા ઓનલાઈન કોર્ષની માન્યતા ન હતી માટે નેક દ્વારા રેન્કીંગ ન ધરાવતી યુનિવર્સિટીઓને રેન્કીંગ મેળવવા ૨ વર્ષની મુદત આપવામાં આવશે. યુનિવર્સિટીઓને તેમના પ્રશ્ર્નપત્રોસબ્જેકટીવ અથવા વિકલ્પ સહિત જાહેર કરવા છુટ અપાઈ છે પરંતુ તેમાં તેમને માર્ગદર્શન અને નીતિ-નિયમોની યાચિકા આપવામાં આવશે. સરકાર માને છે કે ઓનલાઈન શિક્ષણમાં વધારો કરવાથી એન્રોલમેન્ટ રેશિયો વધારી શકાશે અને ભારતની શિક્ષણ પ્રણાલી પણ મજબુત બનશે. કેબ કમિટીએ જણાવ્યું હતું કે, કોઈ પણ લાયક વિદ્યાર્થીની અવગણના ન થાય અને તેને પણ નવી તકો મળી રહે, ઉચ્ચ શિક્ષણ મળી રહે માટેની તકેદારી લેવામાં આવશે. હવે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પણ ઘરબેઠા ઓનલાઈન માન્ય ડિગ્રી કોર્ષ કરી માન્ય સર્ટીફીકેટ મેળવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.