Abtak Media Google News

અંતરિક્ષમાં ખાનગી કંપનીઓના પ્રવેશ માટે કેબીનેટ દ્વારા અપાઈ મહત્વની મંજૂરીઓ: સેટેલાઈટ, લોન્ચીંગ પેડ તૈયાર કરવા કે ઈસરોના સાધનો બનાવવા સહિતની શ્રેણીમાં ખાનગી સેકટરનો સહકાર મળશે

સરકારે નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (ઈન સ્પેસ) સ્થાપવા માટેની તૈયારીઓ કરી છે. થોડા સમય પહેલા ઈસરો સાથે મળી ખાનગી કંપનીઓ પણ સ્પેસ પ્રોગ્રામમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે તેનો તખતો ઘડાયો હતો. હવે સ્પેસમાં ખાનગી કંપનીને વ્યવસાય કરવાનો અવસર મળશે. સરકારે સ્પેસને લગતી અનેકવિધ પ્રક્રિયાઓને પૂરી કરી છે. કેબીનેટ દ્વારા ગઈકાલે સ્પેસ પ્રોગ્રામને લગતો મહત્વનો નિર્ણય લેવાયો હતો.

ગઈકાલે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, સ્પેસ ક્ષેત્રમાં ભારત હરણફાળ ભરી રહ્યું છે. ભારત પાસે સ્પેસ બાબતે ઘણી આવડત અને પ્રતિભાઓ છે. હવે મોદી સરકારે તમામ માટે અવકાશમાં અવકાશ આપવાની તૈયારી કરી લીધી છે. નવા સુધારાના કારણે ભારતનું સ્પેસ સેકટર નવા તબક્કામાં પ્રવેસશે. ભારત પણ સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બની જશે. નવા કાયદાના કારણે ખાનગી સેકટરને સેટેલાઈટ લોન્ચીંગ, લોન્ચીંગ પેડ બનાવવા કે ઈસરો માટે સાધનો તૈયાર કરવામાં બહોળી તક મળી રહેશે. ટેકનોલોજીનું વિસ્તરણ થશે જેના સારા પરિણામો ભવિષ્યમાં હાંસલ થશે. ઐતિહાસિક નિર્ણય લેતું કેબીનેટ બુધવારે કેબેનીટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે હવે અવકાશમાં પણ પ્રાઇવેટ કંપની કે વ્યકિતને પોતાની વ્યવસાય કરવા માટે જો અવકાશ આપવામાં આવશે.

જેનાથી પ્રાઇવેટ સેકટરને બુસ્ટ મળી રહે. યુનિયન મીનીસ્ટર પ્રકાશ જાવડેકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અંતરીક્ષમાં હવે નવી પહેલ કરવા જઇ રહ્યું છે. મોદી સરકાર દ્વારા નકકી કરવામાં આવ્યું છે કે અવકાશમાં પ્રાઇવેટ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે જેથી પ્રાઇવેટ કંપનીઓને બુસ્ટ મળશે તેમજ એનર્જી મળે અને આ નિર્ણયથી સ્પેશ એકટીવીટીને એક નવી શરૂઆત મળી રહેશે. નરેન્દ્ર મોદી દ્વારા ટવીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે કેબીનેટ દ્વારા સ્પેશને લઇ જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી દેશ ટેકનોલોજીમાં આગળ આવશે તેમજ ટેકનોલોજીની બાબતમાં સ્વનિર્ભર બનશું. અવકાશનું આ નવું પગલું પ્રાઇવેટ સેકટરને સાથે જોડવાથી તેને પણ એક નવી ઉર્જા મળશે. સાથે સાથે ગ્લોબલ સ્પેશ ઇકોનોમીમાં પણ તે મહત્વનું યોગદાન આપી શકશે તેમજ ટેકનોલોજી ક્ષેત્રે પણ નવી નોકરીઓની તક ઉભી થશે અને ભારત ગ્લોબલ ટેકનોલોજીનું પાવર હાઉસ બનશે. કેબિનેટ દ્વારા અવકાશમાં ખાનગી કંપનીઓને લઇને આપવામાં આવેલી મંજૂરીઓના પરિણામે ભારત સ્પેશ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનવા જઇ રહ્યું છે. અત્યારસુધી માત્ર ઇસરો દ્વારા સંશોધનો અને સેટેલાઇટ લોન્ચીંગ

સહિતની પ્રક્રિયાઓ થતી હતી. ખાનગી કંપનીઓનો પ્રવેશ નિષેધ હતો પરંતુ સરકારે હવે ખાનગી કંપનીઓ માટે દ્વારા ખાોલી નાખ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.