Abtak Media Google News

સેમેસ્ટર અને સ્પર્ધાઓ મુજબ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટે પ્રોત્સાહન

અભ્યાસ સાથે નોકરી અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા આવનાર શૈક્ષણિક વર્ષથી સંશોધનાત્મક કાર્યોને લઈ વિદ્યાર્થીઓને ક્રેડિટ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ લોકોભ્યોગી સોલ્યુશન, સંશોધનાત્મક પ્રોડકટ, ઉધોગલક્ષી પ્રવૃતિ અને સ્ટાર્ટઅપમાં અંતરરાષ્ટ્રીય લેવલના સંશોધન કરનાર વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન અપાશે. ઉધોગ સાહસિકતા માટે રાજય તેમજ કેન્દ્ર તરફથી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.

ડેમો મુજબ એક સેમીસ્ટર દીઠ બે ક્રેડિટ આપવામાં આવશે. જેમાં રાજય, રાષ્ટ્રીય એમ લેવલ કોમ્પીટીશન મુજબ સહાય વિદ્યાર્થીઓ મેળવી શકશે. જેમાં સરકાર મેસીવ ઓનલાઈન ઓપન કોર્સની સુવિધા પણ આપશે. રાજયમાં ૬૫ યુનિવર્સિટીઓમાં આશરે ૧૨ લાખ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ કોર્ષમાં અભ્યાસ કરે છે. જોકે તમામ વિદ્યાર્થીઓ ઈન્ટરપ્રિનીયરશીપમાં રસ દાખવે તેવું ધારી લેવાને પાત્ર નથી પરંતુ આ નિર્ણયથી સંશોધન અને સ્ટાર્ટઅપ ઈચ્છતા વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહેશે.

આ નિયમનની અમલવારી માટે શિક્ષણ વિભાગે પોલીસીમાં મોટા ફેરફારો કરવાના રહેશે. ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારી મુજબ રાજયમાં વિવિધ યુનિવર્સિટીઓમાંથી સ્ટાર્ટઅપ માટે ૩૦૦ વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી છે. જેવી રીતે કોલેજોમાં ઈન્ટર્નશીપ હોય અને તેમાં સારું પ્રદર્શન કરનારને ઈનામ મળે છે.

તેમ સ્ટાર્ટઅપ અને સંશોધન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અપાશે અને જો વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ કરવા ઈચ્છે છે તો જેઓ સમીસ્ટર બ્રેક લઈ શકે છે પરંતુ શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓના શેડયુલને બેલેન્સ કરવું પડશે. એક વખત આઈડિયાના કોન્સેપ્ટનો ડેમો પહેલા સેમીસ્ટરમાં દર્શાવવાથી બે ક્રેડિટ મળશે. જેમાં ફંકશનલ, પ્રો-ટાઈપ, રાજયકક્ષા અને રાષ્ટ્રકક્ષા અનુસાર વિદ્યાર્થીઓને ક્રેડિટ પ્રોત્સાહન મળી રહેશે માટે અભ્યાસ માટે કલાસરૂમમાં બેસવાને બદલે વિદ્યાર્થીઓને બિઝનેસ સ્ટાર્ટઅપની તક મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.