Abtak Media Google News

દેશ પ્રગતિ કરે તો કોણ ખુશ ન થાઈ? દેશની પ્રગતિમાં જ બધાનું હિત જોડાયેલુ હોય છે.

Advertisement

જે રીતે ચીન પ્રગતિ કરી રહ્યો છે એ જ રીતે દુનિયાના બધા જ દેશો પ્રગતિ કરવા ઇચ્છએ છે અને તેમની પણ એવી પ્રગતિ થાઈ કે તેમણે ક્યાય બીજે જવું ન પડે.

જો પોતાના જ દેશમાં સારી કમાણીની સુવિધા મળે તો વિદેશ જવાની જરૂર જ નથી પડતી. ભારત પણ ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યો છે ભલે તેની ગતિ ધીમી છે છતાં પણ ભારતમાં અનેક આવિષ્કાર થઈ રહ્યા છે.

એક એવી ખબર આવી છે કે હવે બલ્બથી WiFi કરી શકી છે

Images

 

વિચારો કે તમાર ઘરમાં લગાવેલ બલ્બથી જ WiFiની સુવિધા મળી રહે તો તમને કેટલો આનંદ થશે.

તમે તમારા કામ કેટલી સરળતાથી કરી શકશો. રોડ પર લાગાવેલા બલ્બથી જો તમારો ફોને કોનેક્ટ થઈ જાઈ તો તમને કેટલી ખુશી થશે નહીં? દર મહિને રેચાર્જ કરવાની જૂંજટમાથી મુક્તિ મળી જાઈ.

ભારત સરકાર એવું પરીક્ષણ કરી રહી છે જેથી આ સુવિધા પ્રાપ્ત થઈ શકે જેથી મોબાઇલના દરેક ફીચરનો ઉપયોગ થઈ શકે. મતલબ કે બહુ જ જલ્દી આ બધુ સંભવ થશે.

આ પ્રોજેકટ ઉપર ભારત સરકાર જડપથી કામ કરી રહી છે અને આ પ્રોજેકટની ગામડાંઓમાં ખાસ જરૂર છે.

જો આ પ્રોજેકટ સફળ થશે તો ભારતના ગામડાંઓ પણ ઘણી પ્રગતિ કરશે. હાલિયા પાયલટ પ્રોજેકટમાં મિનિસ્ટ્રિ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી ને વાઈફાઈ ટેકનૉલોજિનું પરીક્ષણ કરાવ્યુ છે. જેમાં 10જીબી પ્રતિ સેકન્ડની સ્પીડ સાથે એક કિલોમીટર સુધીના વિસ્તારમાં ડેટા ટ્રાન્સમીટર એલઇડી બલ્બ લાઇટ સ્પ્રેક્ટ્રમનો ઉપયોગ થતો હોય છે.

આ પ્રોજેકટનો ફાયદો એ વિસ્તારને સૌથી વધુ થશે જ્યાં રસ્તા અને રેલ્વે લાઇન સારી હશે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ હોસ્પિટલોને જોડવામાં પણ થશે જ્યાં ઇન્ટરનેટનું સિગ્નલ સૌથી વધુ તૂટતું હોય. જેનાથી અંડરવોટર કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ કરી શકશે. આ પ્રોજેકટથી જંગલ વિસ્તારમાં પણ નેટવર્ક ઉપલબ્ધ થશે.

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાઇટસ્પેસ જેવા વિકલ્પો સાથે પ્રયત્નો કરવામાં આવ્યા છે. જો આ પ્રોજેકટ સાચી રીતે કામ કરી ગયો તો ઘણા લોકોને ફાયદો થઈ સકશે અને બધા ને આ સુવિધાનો લાભ મળી શકશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.