Abtak Media Google News

લોકોને નોટબદલી માટે વધુ એક મોકો આપવા અંગે સુપ્રીમના સુચન બાબતે આરબીઆઈની સ્પષ્ટતા

નોટબંધીના નિર્ણય બાદ ભારતીય અર્થતંત્રમાં મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળી હતી એવા આક્ષેપો થઈ રહ્યા હતા કે નોટબંધીના કારણે ઉધોગોને ફટકો પડયો છે. આ નિર્ણય બાદ નોટ બદલી માટે પણ નિયમો નકકી કરવામાં આવ્યા હતા. ૫૦૦ અને ૧૦૦૦ની રદ થયેલી નોટોને બદલવા માટે બેંકો અને આરબીઆઈ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ત્યારે હજી નોટબદલીની કામગીરી અંગેનો અહેવાલ મેળવતા સુપ્રીમ કોર્ટે આરબીઆઈને સવાલો પુછયા હતા. જેના જવાબમાં આરબીઆઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે નોટ બદલી અંગે જો બાંધછોડ કરવામાં આવશે તો અંધાધૂંધી ફેલાવવાની શકયતા છે. આ ઉપરાંત નોટબંધી જે હેતુથી અમલમાં મુકવામાં આવી હતી તે હેતુ પણ નિષ્ફળ જશે.

નોટબદલીની પ્રક્રિયા શ‚ કરવા બાબતે એક વરીષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, જો નોટબદલી શ‚ કરવામાં આવશે તો ભારતમાં અને ભારત બહાર રહેલી વધુ મૂલ્યની રદ થયેલી નોટો ફરી અર્થતંત્રમાં ઘુસી જશે અને તેની સીધી અસર અર્થતંત્રને થશે. આ ઉપરાંત ભારતની સરહદેથી આ જુની નોટોને ફરીથી ભારતમાં લાવવાના પ્રયાસો પણ શ‚ થશે. આ પરિસ્થિતિમાં નોટબંધીનો હેતુ નિષ્ફળ જશે અને તેની કોઈ અસર રહેશે નહીં. જો કે બીજી તરફ સુપ્રીમ કોર્ટ લોકોને નોટબદલી માટે વધુ એક મોકો મળે તેવી ઈચ્છા રાખી રહી છે અને સરકારે નોટબદલીના વિકલ્પો માટે સુચનો મેળવવા જોઈએ તેવી સલાહ પણ આપવામાં આવી છે. જો કે આરબીઆઈ આ બાબતે હકારાત્મક અભિગમ ધરાવતી નથી. કારણકે નોટબદલી ફરીથી શ‚ થાય તો સામાન્ય નાગરિકો સાથે અન્ય તત્વો પણ તેનો ફાયદો ઉઠાવી લેશે.

વધુમાં હવાલા અને અન્ય માધ્યમો વડે નોટોની અદલા-બદલી પણ થઈ જશે. નોટબંધી સમયે પણ જુની નોટોને બદલવા માટે અનેક નુસખાઓ વાપરવામાં આવ્યા હતા. જો ફરી એક વખત નોટબદલી શ‚ થાય તો આવી છટકબારીની પણ શ‚આત થઈ જશે. ભારતીય અર્થતંત્ર માટે આ પરિસ્થિતિ નુકસાન‚પ બની રહેવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.