Abtak Media Google News

મોરબીમાં બે વર્ષથી બિરાજેલા ગણપતિબાપાનું ટીમ હાર્દિકના હાથે વિધીવત વિસર્જન

પાસના નેતા નિલેશ એરવાડિયાના ઘરે ગણેશ વિસર્જન માટે મોરબી આવેલા હાર્દિક પટેલે હળવદ બ્રાહ્મણી નદીમાં ગણેશ વિસર્જન બાદ હળવદના નવા ટીકર ગામના માધવપુરમાં જાહેરસભા સંબોધતા જણાવ્યું હતું કે હવે ચૂંટણી પહેલા અનામત આપવા સરકારને ઘરે આવવું પડશે. પાટીદાર દમન અને હાર્દિક વિરુદ્ધ રાજદ્રોહના કેસ સમયથી મોરબીના પાસ  અગ્રણી નિલેશ એરવાડિયાના ઘેર બેસાડવામાં આવેલ ગણપતિનું આજે ટીમ હાર્દિકના હસ્તે વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન માટે મોરબી આવેલ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ભગવાન વિઘ્નહર્તા અમારી સાથે છે અને અમને અમારું ધારેલું કાર્ય કરવામાં તેમની મદદ મળશે,જોકે ગૌરવયાત્રા વિશે હાર્દિક પટેલે જાજુ કઈ ન કહેતા એટલું જ કહ્યું હતું કે આતો રાજનીતિ સીઝએ ચૂંટણી આવે એટલે આવું બધું ચાલ્યા કરે. મોરબી ખાતે આવેલ હાર્દિક પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનના દિનેશ બામ્ભણીયા,અલ્પેશ પટેલ સહિતના સાત અગ્રણીઓ સાથે રહ્યા હતા.

Advertisement

વધુમાં બપોરે નિલેશ એરવાડિયાના નિવાસ સ્થાન અવની ચોકડી ખાતેથી તેમના ઘેર બિરાજમાન થયેલા ગણપતિબાપાની વિશાલ વિસર્જન યાત્રા શરૂ કરવામાં આવી હતી જે બાપા સીતારામ ચોક થઈ નવા બસસ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી બાયપાસ થઈ પાટીદાર યુવાનોની વિશાળ હાજરી વચ્ચે ગાળા ગામ તરફ રવાના થઇ હતી.

મોરબી થી રવાના થયેલ હાર્દિક પટેલની આગેવાની વાળી ગણેશ વિસર્જન યાત્રા ગાળા ગામ ખાતે રોકાઈ હતી અને હાર્દિક પટેલ અને તેની પાટીદાર સેનાએ ચાય પે ચર્ચા કરી હતી.બાદમાં હળવદના નવા ટીકર ગામે માધવપુરમાં હાર્દિકે વિશાળ જાહેરસભાને સંબોધી હતી અને સભામાં હાર્દિક પટેલે વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે હવે હેલમેટ પહેરી ને ફરજો કારણ કે દિલ્હીથી ગોળા ફેંકવાનું મશીન આવે છે.

હાર્દિક પટેલે આ તકે જણાવ્યું હતું કે હવે ભાજપ સરકારને ચૂંટણી પહેલા અનામત આપવા ઘરે આવવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.