Abtak Media Google News

ત્રીજુ વિશ્વયુદ્ધ પાણી માટે થવાની સંભાવના છે ત્યારે લોકોને જળની કિંમત સમજાવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય

દેશમાં દિન પ્રતિદિન વધુને વધુ બગડતી જતી ભૂગર્ભ જળની પરિસ્થિતિને વધુ વકરતા અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દુરોગામી પગલા ભરવાની કવાયત હાથ ધરી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા ભુગર્ભ જળની જાળવણી અને જળ સંરક્ષણની પ્રવૃતિ વધુ સુદ્રઢપણે અમલમાં લાવવા માટે ઔદ્યોગીક એકમો અને આંતર માળખાકીય બાંધકામમાં રહેણાંક અને વ્યવસાયિક ઈમારતોને પ્રમ વખત જળ સંરક્ષર માટે ખાસ ‘કર’ નાખવાની હિમાયત કરવામાં આવી રહી છે. દેશમાં ભૂગર્ભ જળના ઉપયોગ પર પ્રમવાર નિયંત્રણ લાવવા માટે સરકાર દ્વારા દેશમાં નવા નિયમો ઘડવાની તૈયારી હાથ ઉપર લઈ ચૂકી છે.

દેશમાં પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ આગામી સમયમાં થઈ શકે છે તે હેતુથી સરકાર આગોતરી તૈયારીઓમાં હોય તેમ હવે નાગરિકોને પાણી વાપરવાની ખરી કિંમત સમજાશે. વર્ષો પહેલા જેમ દરેક બાંધકામોમાં પાણીનો સંગ્રહ કરવા માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવતી આ જ વ્યવસ્થા નજીકના સમયમાં ફરી જોવા મળશે. કારણ કે હાલની વિકટ પરિસ્થિતિને જો વાસ્તવિક રીતે જોવામાં આવે તો પાણીના તળ ઉંડા થતા જાય છે. સાથે જ પીવાના પાણીની કટોકટી સાથે વરસાદનું ઓછુ થવું અને વરસાદી પાણીનું સંગ્રહણ ઓછું થતું જાય છે.

આ વિકટ પરિસ્થિતિને જોતા “પાણી સંગ્રહણની કિંમત સમજાવવા માટે નાગરિકોને સમજવાની જરૂરીયાત છે. જો નજીકના દિવસોમાં આ જળ સંકટ પર કોઈ વિચારણા કે તેના સંગ્રહણ માટે કોઈ પગલા ન લેવામાં આવ્યાની દેશમાં પાણીની કટોકટી સર્જાતા વાર નહીં લાગે.

જળ કટોકટી હાલ આપણે ભોગવી જ રહ્યાં છીએ જેમાં પહેલાના સમયમાં જે પાણીના બોર થતા ત્યારે પાણી ૧૫ થી ૨૦ ફૂટની ઉંડાઈએ જતા મળી આવતું પરંતુ આજ બોરવેલ ને હવે ૧૫૦૦ થી ૨૦૦૦ ફૂટ ઉંડા લઈ જવા છતાં પણ પાણી મળતુ નથી. એ જ રીતે કુવામાં પણ જે પાણીની સરવાણીઓ ૨૦ થી ૪૦ ફૂટે ઉંડા કરવા પડે છે. સાથે જ પાતાળ કુવાઓ પણ પાણીની પરિસ્થિતિ વિકટ છે. જળ સ્તરનું ઉંડુ જવું એ વનસ્પતિઓ માટે પણ હાનીકારક જ છે. વનસ્પતિ જે કુદરતી રીતે પેટાળમાંથી પાણી પોતાના માટે શોષી શકતા તે હવે ઉંડા તળને લીધે વનસ્પતિને પણ પાણી આપવું પડે છે જે એક મોટું સંકટ કહી શકાય.

જ્યારે વાત કરીએ પૃથ્વીના પેટાળની તો ઉંડા તા પાણીના તળ એ પૃથ્વી પર ભૂકંપની શકયતાઓ પણ વધારી દીધી છે. તળમાં ઓછુ પાણીને લીધે પૃથ્વીના પેટાળનો લાવા વધુ સક્રિય થાય છે તેને લઈ ભૂકંપની સંખ્યામાં પણ વધારો થાય છે. આવા અનેક કારણોને લીધે નાગરિકોને પાણીની સગ્રહણ શકતાને સમજવી જરૂરી છે.

ભૂર્ગભ જળ સંરક્ષણ માટેની ફીના દાયરામાં ઉદ્યોગો ઉપરાંત આંતર માળખાકીય પ્રોજેકટ, માઈનીંગ એજન્સી, ખાણ ઉદ્યોગ અને પીવાના પાણીના પેકેજીંગ પ્લાન ઉદ્યોગોને પણ જળ સંરક્ષણ ફી ભરવાના દાયરામાં લઈ લેવામાં આવશે. કેન્દ્રીય સમિતિ દ્વારા આ અહેવાલની સમિક્ષા આઈઆઈટી દિલ્હી, આઈઆઈએમ અમદાવાદ, કેન્દ્રીય પ્રદુષણ સમિતિ, નીતિ આયોગ અને અન્ય સંસ્થાઓની ઉપસ્થિતિમાં ૪૫ મુદ્દાનો રીપોર્ટ રજૂ કર્યો હતો.

આગામી સમયમાં પાણી તળમાંથી ઉલેચવા માટે પણ ઉદ્યોગો, રહેણાંક વિસ્તારના લોકો અને અન્ય એવી સંસ્થાઓ કે જે પાણીના તળને ઓછુ કરવા સાથે જોડાયેલા છે તેવા તમામ એકમોને હવે ‘કર’ ભરવો પડશે તે તરફ સરકાર વિચારી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.