વર્તમાનમાં રોબોટિક્સ ટેકનોલોજીના જમાનામાં કેન્સર એટલે કેન્સલ એ ભૂતકાળ બની ગયુ: ડો.નીતિન ટોલિયા

વિશ્વ આરોગ્ય સંસ્થાના ઉપક્રમે વર્ષ 1933 માં સ્વીઝરલેન્ડના જીનીવામાં પ્રથમ વખત કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારથી દર વર્ષે કેન્સર ડે પર એક નવી થીમ બહાર પાડવામાં આવે છે.જેનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય લોકોને કેન્સરના જોખમો, લક્ષણો તેમજ નિવારણ વિશે અવગત કરી શકાય.

વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે ચોથી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ફક્ત એક દિવસ પૂરતી સીમિત નથી  પરંતુ થીમ બેઇઝ વર્ષો સુધી કેમ્પિયન ચલાવવામાં આવે છે.જેમાં 2022 થી 2024 સુધી કેન્સર ડેની થીમ “કલોઝ ધ કેર ગેપ” છે. આ વર્ષ ની થીમ ક્લોઝ ધ કેર ગેપનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર પ્રત્યે ની ખોટી માહિતી ફેલાવતી અટકાવી સચોટ નિદાન તેમજ શિક્ષણ લોકો સુધી પહોંચાડવાનોછે.

રાજકોટની નામાંકીત કેન્સર સ્પેશ્યાલિસ્ટ ઐશ્વર્ય હોસ્પિટલના ઓનકોલીજસ્ટ નીતિન ટોલિયા 1994થી એટલે કે  છેલ્લા 27 વર્ષથી આ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ કેન્સર સર્જરી માં માસ્ટર ઓફ  ચિરુગીઆઈ ડિગ્રી ધરાવતા સૌરાષ્ટ્ર- કચ્છ ના સૌ પ્રથમ સર્જન છે.  તેઓ એ 15,000 થી વધુ દર્દીઓની જટીલ કેસો સફળતા પૂર્વક ઉકેલ્યા. તેમજ તેઓ ફક્ત રાજકોટ જ નહી સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને સેવા પૂરી પાડે છે. ઐશ્વર્ય હોસ્પીટલ ખાતે તમામ પ્રકારની આધુનિક સેવા ઉપલબ્ધ છે.તો ચાલો મેળવીએ કેન્સર અંગેની વિગતવાર માહિતી ડો નીતિન ટોલિયા પાસેથી.

પ્રશ્ન: આપણે કેન્સરનું નામ સાંભળતાની સાથે જ ડરી જઈએ છીએ કે કેન્સર એટલે ખૂબ જ ભયજનક બીમારી છે પરંતુ વાસ્તવમાં કેન્સર શું છે? તે જાણવું ખૂબ જ અગત્યનુ છે.

જવાબ: કેન્સર એ આપણા શરીરમાં વૃદ્ધિ પામતા અનિયમિત રીતે ખૂબ જ ઝડપથી ઉતપન્ન થવા લાગે અને બિનજરૂરી કોષોનો જથ્થો ઉત્પન્ન કરે તેને કેન્સર કહે છે.

પ્રશ્ન: કેન્સરના ભયસૂચક ચિહ્નો કયા કયા છે?

જવાબ:કેન્સરના ભયસૂચક સાત ચિહ્નો છે કે જેમાં શરીરમાં કોઈપણ જગ્યાએ સોજો કે ગાંઠ હોય, શરીરમાં અસામન્ય જગ્યાએથી જેમકે યોનિમાર્ગ કે થૂકમાં રક્તસ્ત્રાવ, કૂદરતી હાજતે જવાની ક્રિયામાં ફેરફાર, ઉધરસ, જમવા કે પાણી પીવામાં તકલીફ, ત્વચા પર તલ અને મસાના કદમાં ફેરફાર કે કદ વધવું, ખજવાળ આવવી વગેરે પ્રાથમિક ચિહ્નો છે.

પ્રશ્ન: કેન્સરને પણ રોગની ગંભીરતાના આધારે અલગ અલગ સ્ટેજમા વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

જવાબ: કેન્સરના મુખ્ય 4 સ્ટેજ છે કે જેમાં પહેલા સ્ટેજમાં જ્યાં કેન્સર ઉદભવ્યું હોય તે ઓર્ગન પૂરતું સિમિત હોય. બીજા સ્ટેજમાં કેન્સરનું કદ વધે છે. ત્રીજા સ્ટેજમાં કેન્સર શરીરમાં પ્રસરવા લાગે છે અને છેલ્લા સ્તેજમાં કેન્સરના સેલ્સ રકત ગતિપામી અલગ અલગ અવયવોમાં ફેલાવો થવા લાગે.

પ્રશ્ન: કેન્સર ના મુખ્ય કયા કયા પ્રકારો છે?

જવાબ: આમ તો સામાન્ય રીતે બે પ્રકારના કેન્સર હોય છે એક  તો સોલીડ ટયુમર એટલે કે શરીરના અલગ અલગ અવયવોમાં થતા કેન્સર જેમકે સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર અને બીજા લોહીના કેન્સર કે જેમાં લ્યુકોમિયા, લીમફોમાં વગેરે

પ્રશ્ન: કેન્સર થવા પાછળના મુખ્યત્વે જવાબદાર કારણો કયા છે?

જવાબ: કેન્સર થવા પાછળના મુખ્ય ત્રણ કારણ છે જેમાં આપણા દેશમાં મુખ્ય કારણ એ વધતું જતું વ્યસનનું પ્રમાણ છે. યુવાનોમાં વધતુ વ્યસનનું પ્રમાણ એ ખૂબ જ ચિંતાજનક છે. બીજું મુખ્ય કારણ એ આપણી બદલાતી જતી જીવનશૈલી છે કે જેમાં શહેરીકરણ નો વિકાસ થયો છે જેના કારણે શરીરને જોઈએ તેવો શ્રમ નથી મળતો જેથી મેદસ્વિતાનું પ્રમાણ વધે છે. ત્રીજુ કારણ વાતાવરણનુ પ્રદૂષણ અને ઔદ્યોગીકરણને કારણે કેન્સર થાય.

પ્રશ્ન: સ્ત્રીઓમાં કેન્સર થવાના મુખ્ય કારણો કયા છે?

જવાબ: સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે જેનું મુખ્ય કારણ એ મેદસ્વિતા છે, બહારનો ખોરાક તેમજ હોર્મોન્સમાં થતા ફેરફારને કારણે કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે.

પ્રશ્ન: શું કેન્સર એટલે કેન્સલ?

દરેક રોગની જેમ કેન્સર નો ઈલાજ પણ શક્ય છે.કેન્સર એટલે કેન્સલ નહી જો યોગ્ય સમયે પૂરતી સાવચેતી દાખવી ને ડોકટરને દેખાડવામાં આવે તો કેન્સરના રોગની સારવાર ખૂબ જ સારી રીતે કરી શકાય છે. કોઈપણ સમસ્યાથી ડર્યા વિના જો સમયસર સાવચેતી વર્તવામાં આવે તો દરેક રોગના નિદાન શક્ય છે જેથી કેન્સરથી ડરશો નહી જાગૃત બનો.

પ્રશ્ન: હાલના સમયમાં કેન્સરના નિદાન માટે નવી ટેકનોલજી કઈ છે?

જવાબ: વર્તમાનમાં કેન્સરની સર્જરી માટે રોબોટિક્સ ટેકનોલોજી નો ઉપયોગ થાય છે જેમાં મિનિમમ વાઢકાપ થી ઓપરેશન થઈ શકે, લેઝર સર્જરી, કીમો થેરાપી, માઇક્રો સર્જરી વગેરેનો ઉપયોગ થાય છે જેનાથી શરીરના અંગો બચાવી શકાય કે રિપ્લેસ કરી શકાય.