Abtak Media Google News

દાંતના દર્દીઓની સમસ્યા થશે દૂર

દાતના વિભાગમાં 3 ફેકલ્ટી, 3 સિનિયર, 4 જુનિયર રેસીડેન્ટ ડોક્ટર્સ અને સ્પેશિયાલિસ્ટ નર્સિંગ સ્ટાફ

બાળકો માટે સ્પેશિયલ પીડીયાટ્રીક ડેન્ટલ ડોકટર પણ ઉપલબ્ધ: રેગ્યુલર દાંતની માવજત લેવા લોકોને અનુરોધ

ગુજરાતભરના દર્દીઓ માટે સંજીવની સમાન આકાર લઈ રહેલી એઇમ્સમાં હાલ અનેક વિભાગની ઓપીડી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ પરંતુ ટૂંક સમયમાં જ એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવાની પણ સુવિધા શરૂ કરી દેવામાં આવશે. આ તકે ‘અબતક’ મીડિયા દ્વારા એઈમ્સ ખાતે ચાલતી તમામ સુવિધાઓથી લોકોને ઉજાગર કરવા માટે હર એક વિભાગનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી તેના નિષ્ણાત તબીબો સાથે વાતચીત કરી હતી.

‘અબતક’ દ્વારા એઇમ્સ હોસ્પિટલના ડેન્ટલ વિભાગની મુલાકાત લેવામા આવી હતી. જેમાં હાલ ઉપલબ્ધ અનેક સુવિધા સાથે નિષ્ણાતો સાથે ચર્ચા કરી લોકોને ઉજાગર કરવામાં આવ્યા હતા. હાલ એઇમ્સ હોસ્પિટલ ખાતે ડેન્ટલ વિભાગમાં 40-50 દર્દીઓની ઓપીડી આવે છે. લોકો દાતની સચોટ સારવાર માટે એઇમ્સ હોસ્પિટલ ભરોસો જતાવી રહ્યા છે. ત્યારે ડેન્ટલ ઓપીડી વિભાગમાં અતિ આધુનિક સાધનો અને વ્યવસ્થા વિશે નિષણાતોએ ’અબતક’ મીડિયા સાથે વાતચીત કરી હતી.

રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ ખાતે ડેન્ટલને લગતી થતી આધુનિક સારવાર શરૂ કરવામાં આવી છે. જેમાં રૂટકેનાલથી માંડીને માઇનર સર્જરી સુધીની સારવાર એઇમ્સ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકલ એનેથેસીયા હોય કે અન્ય કોઈ દાંતની સારવારને લગતા રોગ હોય તો તેને દૂર કરવા માટે એઇમ્સમાં નિષ્ણાતો પણ ઉપલબ્ધ છે. હાલ ડેન્ટલ વિભાગમાં 3 ફેકલ્ટી, 3 સિનિયર રેસીડેન્ટ, 4 જુનિયર રેસીડેન્ટ અને નિષ્ણાત નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ છે.

દાંતની માવજત માટે તંબાકુને લગતા વ્યસનથી દુર રહેવું: ડો. સત્યા નરૈન ( એચ.ઓ.ડી.ડેન્ટલ)

‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં ડેન્ટલ વિભાગના એચ.ઓ.ડી. ડો. સત્યા નરૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ એઇમ્સ ખાતે હાલ ડેન્ટલ વિભાગમાં અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ સાધનો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ નગે તેઓએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એઇમ્સ ખાતે હાલ 40-50 દર્દીઓ ઓપીડીની સારવાર માટે આવે છે. દર્દીઓને ખાસ રૂટકેનાલની સારવાર આપવામાં આવે છે. જેના માટે હાલ એઇમ્સ ખાતે ફ્રાન્સથી ખાસ સ્ટેટ ઓફ પાર્ટ એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ ચેર રાખવામાં આવી છે. હાલ એઇમ્સ ખાતે ચાલતી ડેન્ટલ વિભાગની સારવારમાં રૂટકેનાલની વધુ સારવાર કરવામાં આવે છે. જેમાં લોકલ એનેથેસિયા અને માઈનર સર્જરીની સારવાર કરવામાં આવે છે. આ વિભાગમાં ગુટખા ખાતા અને તંબાકુ ખાતા દર્દીઓ વધુ આવતા હોય છે. તો બીજી તરફ બાળકો માટે પણ સ્પેશિયલ પીડ્યાટ્રિક ડેન્ટલ

નિષ્ણાત પણ કાર્યરત છે. ડેન્ટલ વિભાગ બે સેશન્સમાં કાર્યરત છે. જેમાં બીજા વિભાગમાં ફ્રાન્સની ખાસ ટેકનોલોજીથી સજ્જ બે ખુરસી ગોઠવવામાં આવી છે. જેમાં તબીબોને પણ તેની સારવાર માટે અનેરો ઉત્સાહ રહે છે અને દર્દીઓને પણ રાહત મળે છે.

આ અંગે ડો.સત્યાએ ’અબતક’ના માધ્યમથી લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે લોકોએ ડેન્ટલ માટે રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ. તે સાથે વ્યસનથી પણ દૂર રહેવા મટે લોકોને અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.