Abtak Media Google News

સુપ્રીમમાં જજોની બેન્ચ દ્વારા સરકારને ર૧ જુલાઇ સુધીમાં રિપોર્ટ રજુ કરવા જણાવાયું

બીન નિવાસ ભારતીય પણ નજીકના ભવિષ્યમાં મતદાન  કરી શકશે. કે કેમ ? તેનો નિર્ણય ત્વરીત કરવા માટે સુપ્રિમ કોર્ટ દ્વારા ગઇકાલે કેન્દ્ર સરકારને જણાવવામાં આવ્યું હોઇ આગામી અઠવાડીયામાં જ સરકાર દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવશે.

Advertisement

ચીફ જસ્ટીસ જે.એસ.ખેખર અને જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડની બેન્ચે નોંઘ્યું હતું કે ચુંટણી કમિશન દ્વારા એક કમીટી દ્વારા ચકાસણી કરવા માટેનો રીપોર્ટ ૨૦૧૪માં રજુ કરવામાં આવ્યો હતો જેની જાણ સરકારને ૨૦૧૫માં કરવામાં આવી હતી. તે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા કમીટીએ સુચવેલા પ્રશ્ર્નોને અમલમાં લાવવા માટે તૈયારી બતાવી હતી.

આ બેંચે એ પણ નોંઘ્યું હતું કે ચુંટણી કમિશન કમીટી દ્વારા વધારે પ્રમાણમાં મતદાન થાય તે માટે બીનનિવાસી ભારતીયોને પણ મતદાન માટેની છુટ મળે તેવું સુચન કરવામાં આવ્યું હતું. જે માટે એક માત્ર પ્રશ્ર્ન એ હતો કે કેન્દ્રની મંજુરી લેવાની બાકી હતી. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રસ્તાવને સ્વીકાર મળે તે માટે ૨૦૧૪માં રીપોર્ટ મોકલાયો હતો.

જેને સ્વીકૃતિ મળ્યા બાદ જ તેને કાયદેસર રીતે અમલ કરી શકાય. ત્યારે તેને આર.પી. એકટ હેઠળની સેકશનઅ૨૦ અને ૨૦-એ હેઠળ  સ્વીકારવાની ભલામણ કરવામાં આવી છે. જેને મંજુરીની મહોર લાગ્યા બાદ તેને નિયમમાં લાવી શકાશે.

છ મહિના અગાઉ સમય માગ્યા બાદ હાલ તાત્કાલીક અસરથી કેન્દ્ર સરકારને અમલી બનાવવા માટે પ્રશ્ર્ન પુછવામાં આવતા સરકારે વધુ અઠવાડીયાનો સમય માંગ્યો હતો. ત્યારે ન્યાયધીશોની બેન્ચ દ્વારા આર.પી. એકટ કે અન્ય કાયદા હેઠળ તેને સમાવીને અમલી બનાવવા જણાવવામાં આવ્યું હતું.

આ અંગેનો નિર્ણય લેવા માટે સરકારને ર૧ જુલાઇ સુધીમાં રીપોર્ટ રજુ કરવા માટે સરકારને જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.