Abtak Media Google News

આદિવાસી નૃત્ય, એકપાત્રીય અભિનય, યોગા-કરાટે અને પ્રેરણાત્મક વકતવ્યથી લોકો આનંદિત: આજે રાત્રે રાસ માંડવીનો કાર્યક્રમ

પડધરી તાલુકાનાં ફતેપર ગામમાં મહિલા કોલેજ-ખામટાની તાલીમાર્થી બહેનો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અભ્યાસક્રમના ભાગરૂપે એન.એસ.એસ.કેમ્પનું તા.૨૨/૧૨/૨૦૧૮ થી તા.૨૮/૧૨/૨૦૧૮ સાંજે ૪:૦૦ કલાકે ગામનાં ચોરે થયેલો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથી લલિતભાઈ કગથરા, ધારાસભ્ય ૬૬ ઉપસ્થિત રહેલ અને પ્રેરણાત્મક પ્રવચન આપેલ હતું. રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ, ફતેપર જુથ સેવા સહકારી મંડળીના સેક્રેટરી અવચરભાઈ મેંદપરા, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, સરપંચ શૈલેષભાઈ ગજેરા, મનસુખભાઈ તળપદા, રવજીભાઈ વસોયા, વલ્લભભાઈ ડોગરીયા, સામતભાઈ ડોબરીયા, પરસાણા સાહેબ, પૂર્વ જીલ્લા પ્રમુખ કાંતાબેન મેંદપરા, જયોત્સનાબેન ગઢીયા, કૌશિકભાઈ ગજેરા, હિરેનભાઈ ડોબરીયા, પડધરી તાલુકા પ્રેસ મિડીયા એસો.ના પ્રમુખ ભૌમિકભાઈ તળપદા, મહિલા કોલેજનાં આચાર્ય ચેતનાબેન ઠુંમર, એનએસએસ કેમ્પનાં કન્વીનર શાંતિલાલ રાબડીયા તથા કોલેજનાં તમામ અઘ્યાપકગણ ઉપસ્થિત રહેલ હતા.

તાલીમાર્થી બહેનો દ્વારા ખુબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ આપેલ. વિવિધ નૃત્યો, આદિવાસી નૃત્ય, એકપાત્રીય અભિનય, યોગા-કરાટે અને પ્રેરણાત્મક વકતવ્યથી ગામ લોકોને આનંદીત કરેલ હતા. જેમાં કેમ્પના અવનવા કાર્યક્રમો અંતર્ગત તા.૨૫/૧૨/૨૦૧૮ના રોજ ફતેપર રાસમંડળીનો રાસનો કાર્યક્રમ છે. જેના પ્રમુખ જગદીશ રાત્રે ૮:૦૦ કલાકે રાસ ઉત્સવ આપશે તથા તા.૨૬/૧૨/૨૦૧૮ના રોજ ગ્રામજનોમાં અંધશ્રદ્ધા નિવારણ માટે વિજ્ઞાન જાથા વાળાના વિવિધ કાર્યક્રમ રાત્રે ૮:૦૦ કલાકે રજુ થશે.
:

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.