Abtak Media Google News

રજિસ્ટ્રાર જતીન સોની રાજીનામુ આપે: એનએસયુઆઈની માંગ: પોલીસે તમામ કાર્યકતાઓની અટકાયત કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના બ્યુટીફીકેશનમાં થયેલા માટીના કૌભાંડ મામલે આજે યુનિવર્સિટી કેમ્પસ ખાતે રાજકોટ શહેર ગજઞઈં દ્વારા કુલપતિ સમક્ષ હલાબોલ કરી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને રજિસ્ટ્રાર રાજીનામુ આપે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આ રજુઆતમાં કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજકોટ શહેર ગજઞઈં દ્વારા આજે કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષના બ્યુટીફીકેશન માટે થયેલ માટી કૌભાંડમાં જવાબદાર સામે કડક પગલાં લેવા તેમજ વારંવાર થતા ભ્રષ્ટાચાર બંધ કરવા માંગ કરી હતી. આ સમયે ગજઞઈં ના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા હાય રે યુનિવર્સિટી હાય, રજિસ્ટ્રાર જતીન સોની રાજીનામુ આપો ના ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. જો કે આ સમયે ગજઞઈં દ્વારા ઉગ્ર બોલાચાલી કરતા પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.

માટી કૌભાંડમાં તપાસ સમિતિની બુધવારે મિટિંગ

યુનિવર્સિટીના માટી કૌભાંડમાં એક જ અધિકારીએ બે હોદ્દાનો ઉપયોગ કરીને ગોટાળો કર્યાનું ખૂલતા યુનિવર્સિટીએ આ અંગે તપાસ સમિતિ રચી છે

જેમાં સિન્ડિકેટ સભ્ય ડો. ભાવિક કોઠારી, ડો. ભરત રામાનુજ, હરદેવસિંહ જાડેજા, ઓડિટર લીનાબેન ગાંધી અને આર્કિટેક્ટ ફેકલ્ટીના ડીન ડો. દેવાંગ પારેખની વરણી કરી છે. આ તપાસ સમિતિની તારીખ 14ને બુધવારે પ્રથમ મિટિંગ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.