નાટકના લેખકને રંગભૂમીના લાઈટ-સેટ્સ-કોસ્ચ્યુમ જેવા વિવિધ પાસાઓની સમજ હોવી જોઈએ; વિપુલ શર્મા

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

પડદો ખૂલ્યાબાદ પ્રેક્ષક તરફથી કોઈ દાદ ન મળે તો એરકન્ડિશન હોલમાં પણ કલાકારને પરસેવો વળી જતો હોય છે!!

શનિવારે સાંજે 6 વાગ્યે કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખતાને સંગ સીઝન  3 માં ટ્રાન્સમીડિયા એવોર્ડ વિજેતા, પ્રસિદ્ધ લેખક, દિગ્દર્શક અને કલાકાર  વિપુલ શર્મા પધાર્યા જેમણે એમના વિષય લેખકન અને દિગ્દર્શન કેમ કરવું ? એ વિષય પર વાતની શરૂઆત કરતા જણાવ્યું કે થિયેટરમાં પાંચસો હજાર લોકોની સામે ભજવાતું નાટક કેવું હોવું જોઈએ?  કેમકે પડદો ખુલ્યા બાદ પ્રેક્ષક તરફથી કોઈ દાદ ન મળે તો એર કન્ડિશન હોલ માં પણ કલાકારને પરસેવો વળી જતો હોય છે. એ વખતે લેખક યાદ આવે છે.

નાટકના લેખકને રંગભૂમિના દરેક પાસાની ખબર હોવી જોઈએ. લાઈટ, મેકઅપ,સેટ્સ, કોસ્ચ્યુમ વગેરેની સમજ લેખકને હોવી જોઈએ. જે પણ નાટક લખાય એ સારું હોઈ શકે પણ એનું મંચન પણ સારી રીતે થવું જોઈએ, તેની સ્ટેબિલિટી પણ સારી થવી જોઈએ.

નાટકના લેખન વિશે વિપુલભાઈએ જણાવ્યું કે હું જ્યારે નાટક લખવા બેસું છું ત્યારે કોઈક વિચારને કાગળ પર ઉતારું છું ત્યારે સૌપ્રથમ એનો આદિ મધ્ય અને અંત નક્કી કરી લઉં છું. દરેક સીન માં શું બનશે તેની ઘટના શું હશે અને સૌથી વધુ ધ્યાન રાખવાની બાબત કે સીન માં કેટલા પાત્રો હશે ?

જરૂરત કરતા વધારે પાત્રો સીનમાં ન હોવા જોઈએ. નાટકમાં દરેક સંવાદ મહત્વના હોય છે. પણ પડદો ખુલ્યા બાદનો પ્રથમ સંવાદ અને નાટકનો અંતનો સંવાદ બંને મહત્વના હોવા જોઈએ. વિપુલભાઈ એ પોતાના પ્રવાસની શરૂઆત વિશે જણાવ્યું કે સૌ પ્રથમ એમણે લેખક તરીકે ફેમિલી નંબર વન નાટક લખ્યું જે નાટકે એમને લેખક તરીકેની ઓળખ અપાવી. ગુજરાત અને મુંબઈ ખાતે ભજવાયું. ત્યારબાદ ઘણા નાટકો લખ્યા સિરિયલો લખી દિગ્દર્શન કર્યું અને સાથે ફિલ્મો પણ લખી અને આજે પણ અવિરત લેખન દિગ્દર્શનનું કામ ચાલુ છે.

દિગ્દર્શક વિશે વિપુલભાઈ એ વાત કરતાં જણાવ્યું કે જેમ લેખકને નાટકના ક્રાફ્ટ વિશેની જાણ હોય તેવી જ રીતે દિગ્દર્શકને પણ લેખનની જાણકારી હોવી જોઈએ કાગળ પર ઉતરેલા બ્લેક એન્ડ વાઈટ અક્ષરને

આજે જાણીતા અભિનેતા રાજેન્દ્ર બુટાલા લાઈવ આવશે

ચિત્ર લેખા સ્પર્ધા-ટ્રાન્સમીડિયા એવોર્ડ જેવા વિવિધ એવોર્ડ જેમને મળી ચૂકયા છે. તે જાણીતા કલાકાર અને નિર્માતા  રાજેન્દ્ર બુટાલા આજે સાંજે ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં 6 વાગે લાઈવ આવશે આજે તેમનો વિષય નિર્માતાનો ડાયરેકટર અને કલાકારોના સંબંધ છે.આ  વિષયક તેમના અનુભવો  શેર કરશે. છેલ્લા પાંચ દાયકાથી નાટ્ય નિર્માણ ક્ષેત્રે સાથે અભિનય કલાનો બહોળો અનુભવ રાજેન્દ્ર બુટાલા ધરાવે છે. તેમના નિર્માણમાં સુંદર નાટકોમાં પોતે  સુંદર અભિનય પણ કરીને નાટકોને  સફળ કર્યા છે. તેમના નિર્માણમાં ઘણા નવા કલાકારોને તક આપીને તેમને પ્રોત્સાહન આપેલ છે.

દિગ્દર્શન એટલે સ્ક્રીપ્ટમાં લખેલી લેખકની વાતનું અર્થઘટન કરવું: દિગ્દર્શક અને કલાકાર ગીરીશ સોલંકી

રવિવારે  સાંજે  કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખતાને સંગ સીઝન  3 માં જાણીતા લેખક, દિગ્દર્શક અને કલાકાર  ગીરીશ સોલંકી પધાર્યા જેમનો વિષય હતો દિગ્દર્શન અને બ્લોકીંગ સુરતના સાર્વજનિક કોલેજમાં પરફોર્મિંગ આર્ટ્સમાં ડ્રામા ટીચર તરીકે કાર્યરત ગીરીશ ભાઈએ એમનું વક્તવ્ય શરુ કરતા જણાવ્યું કે 18  19 વર્ષથી થીયેટર સાથે ખાસ તો લેખન, દિગ્દર્શનમાં જોડાયેલા છે.

વિષયની શરૂઆત કરતા બ્લોકીંગ પર વાત કરતા જણાવ્યું કે બ્લોકીંગ એ દિગ્દર્શનનું પાસું છે. દિગ્દર્શન એટલે શું ? દિગ્દર્શન એટલે સ્ક્રીપ્ટ માં લખેલ લેખકની વાતનું અર્થઘટન કરવું એટલે દિગ્દર્શન. એ દિગ્દર્શક નું કામ છે. દિગ્દર્શન બે ભાગમાં વહેચાયેલું હોય છે ઓફ સ્ટેજ અને ઓન સ્ટેજ દિગ્દર્શન. ઓફ સ્ટેજ દિગ્દર્શનમાં સાચી સ્ક્રીપ્ટ શોધવી, પછી કાસ્ટિંગ, પાત્ર વરણી, કલાકાર સાથે વાંચન,

સંવાદ અને અવાજની સમજ, પ્લોટ નું ડેવલપમેન્ટ, અને ટેકનીકલ ટીમ, લાઈટ્સ, મેકપ, બેક સ્ટેજ વગેરે સાથે સંવાદ સાધવો, એમને સમજવા અને સમજાવવા. ઓન સ્ટેજ વિષે વાત કરતા ગીરીશ ભાઈએ બ્લોકીંગ ની વાત સમજાવી કે બ્લોકીંગ એટલે કલાકારને સ્ટેજ પર જી શું કરવાનું છે એ વિષેની વાત એટલે બ્લોકીંગ. બ્લોકીંગ માં પણ બે એલિમેન્ટ હોય છે જેમાં દિગ્દર્શક કલાકારને સેટની ડીઝાઈન પ્રમાણે ક્યા ક્યારે કેમ જવું એ સમજાવે છે. આ સિવાય પણ ઘણી એવી વાતો કરી જે દરેક નવા કલાકારોએ ખાસ સમજવા અને જાણવા જેવી છે.

એક્શન, મુવમેન્ટ. કમ્પોઝીશન આ સિવાય કલાકાર બીજા કલાકાર સાથે કઈ રીતે વર્તે અથવા તો વાત કરે એ વિષે માહિતી આપી, સાથે સાથે સ્ટેજ નાં બીજા અનેક પાસાઓની વિગતવાર માહિતી ગીરીશ ભાઈએ આપી આજના સેશનમાં પોતાના અનુભવ થકી લેખક, કલાકાર દિગ્દર્શન અને બ્લોકીંગ વિષે ખુબ સરસ માહિતી જણાવી સાથે સાથે તેમણે પોતાના ફેન્સ અને મિત્રોના સવાલોના જવાબ પણ આપ્યા જે દરેક યુવા કલાકારે જાણવી જોઈએ. જે આપ કોકોનટ થીયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકો છો.

તો ફોલો કરો કોકોનટ થીયેટરનું ફેસબુક પેજ અને રોજ સાંજે 6 વાગ્યે કરો આપના મનગમતા કલાકારોને લાઈવ નિહાળોરંગીન ચિત્ર માં કેવી રીતે ફેરવવા એની સમજ હોવી જોઈએ. આ સિવાય દિગ્દર્શક પોતાના કાર્ય બાબત એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. વિપુલભાઈએ આજના સેશનમાં પોતાના અનુભવ થાકી લેખક અને કલાકાર વિષે ખુબ સરસ માહિતી જણાવી સાથે સાથે તેમણે પોતાના ફેન્સ અને મિત્રોના સવાલોના જવાબ પણ આપ્યા જે દરેક યુવા કલાકારે જાણવી જોઈએ.