Abtak Media Google News

લોહીની વિવિધ સાત હજારથી વધુ તપાસ થાય છે. અદ્યતન મેડિકલ ફેસીલીટીમાં નિદાન-સારવારમાં ટેસ્ટીંગનું મહત્વ વઘ્યું છે તેના ફાયદામાં દર્દીને ઝડપથી રીકવરી આવે છે. ચેપનાં સુક્ષ્મમાં સુક્ષ્મ વિષાણુઓને પકડી પાડનાર નેટ પરીક્ષણનું મશીન દોઢ કરોડનું આવે છે. રાજકોટનાં લાઈફ બ્લડ સેન્ટરમાં આ મશીન ૨૦૧૬થી કાર્યરત છે.

Knowledge Corner Logo 4 2

રકતદાતા રકત આપે પછી બ્લડ બેંક દ્વારા તેમાં વિવિધ તપાસો કરીને પછી જ જરૂ રીયાતમંદોને આપે છે. હવે તો કોમ્પોનેટ પઘ્ધતિ આવી જતા દર્દીને જે ઘટકની જરૂર હોય તેજ ચડાવવામાં આવે છે. જેમ કે પ્લાઝમાં-પ્લેટલેટ વિગેરે. એચઆઈવી, એચસીવી તથા એચબીવી જેવા અન્ય ટેસ્ટીંગ કરતા વચગાળાનું સમય શોધન (વિન્ડો પિરિયડ) અડધાથી પણ ઓછુ હોવાથી ચેપની શકયતાઓ ઘટી જાય છે. નેટ રકતના સુક્ષ્માતિસુક્ષ્મ અંશનું પરીક્ષણ કરવાની પઘ્ધતિ છે. જે રકત ચડાવતા લાગી શકતા ચેપનું જોખમ ઘટાડે છે અને રકત મેળવનારને સલામતી બક્ષે છે. વિષાણુઓથી લાગી શકતા ચેપ નિવારવા માટેનું તે અત્યંત સંવેદનશીલ રકત પરીક્ષણ છે. આ પરીક્ષણથી રકતમાં જન્મતા અને છુપા રહેતા વિષાણુ અને તેમને વિકસવાના સમય વચ્ચેનો ગાળો ખુબ જ ટુંકો થઈ જાય છે.

એકસ-રે બ્લડ ઈરેડિએટર: આ પ્રકારનું અદ્યતન મશીન વસાવનાર એશિયાનું પ્રથમ બ્લડ સેન્ટર છે. રાજકોટવાસીઓ માટે આ ખુબ જ સારા સમાચાર છે. આને કારણે રકત અને તેનાં ઘટકો વધુ સલામત બને છે. રકતદાતાએ આપેલા રકતમાં ખાસ પ્રકારનાં શ્ર્વેતકણને નિષ્ક્રિય બનાવે છે, જેથી તે વધુ સલામત બને છે. નજીકના સ્વજનનું રકત ચડાવવાથી ટી.એ, જી, વી.એચ.ડી. જેવા ટ્રાસ્ફયુઝન સાથે સંકળાયેલા ઘાતક પ્રતિક્રિયાનો ભય ઓછો થાય છે કે દુર થાય છે. ખુબ ઓછી પ્રતિકારક શકિત ધરાવતાં દર્દી, તાજા જન્મેલા બાળક, કેન્સરનાં દર્દી, અંગ પ્રત્યારોપણ કરાવનાર દર્દીઓને એકસ-રે ઈરેડિએટરથી પ્રક્રિયા પામેલુ રકત ચડાવવું સલામત બને છે. રાજકોટ લાઈફ બ્લડ સેન્ટરમાં આ સુવિધા છેલ્લા ૪ વર્ષથી સેવામાં કાર્યરત છે.

એનએટી ન્યુકિલક એસિડ એમ્પિલફિકેશ ટેસ્ટીંગ એ અતિશય સંવેદનશીલ એવી લોહીના નમુનાની તપાસ પઘ્ધતિ છે જે હયુમન ઈમ્યુનોડેફીસીઅન્સી વાઈરસ (એચઆઈવી-૧ અને એચઆઈવી-૨), હિપેટાઈટીસ બી વાઈરસ (એચબીવી), હિપેટાઈટીસ-સી વાઈરસ (એચસીવી) વગેરે લોહીમાં છે કે નહીં તેની તપાસ માટે વપરાય છે. શરૂ આતનાં ચેપ અને લોહીમાં એન્ટી બોડીના મળવા સુધીના સમયગાળાને વિન્ડો પીરીયડ કહેવાય છે. લો લેવલના વાઈરસ જીનેટીક મટીરીયલને નેટ તરત જ સીધે સીધુ ઓળખીને વિન્ડો પીરીયડને ટુંકાવી દે છે. આ તપાસથી ખાત્રી થાય છે કે લોહીમાં એચ.આઈ.વી. જેવા કોઈ જાન લેવા વાયરસ છે કે નહીં. એલીઝા સ્ક્રીનીંગ મેથડમાં રકતમાં એન્ટી બોડીઝ હોય તો જ તે ટેસ્ટનું પરીણામ પોઝીટીવ આવી શકે છે. જયારે નેટમાં લો લેવલ જેનેટીક મટીરીયલ્સને તાત્કાલિક ધોરણે ઓળખીને વર્તમાન સ્ક્રીનીંગ મેથડ કરતા ઝડપી પરિણામ લાવે છે.

આ તપાસનાં ફાયદાઓમાં એ એચઆઈવીને ૮ દિવસમાં, હિપેટાઈટીસ-બીને ૧૭ દિવસમાં તથા હિપેટાઈટીસ-સીને ૪ દિવસમાં તે પણ ચેપ લાગ્યાના દિવસથી જ લોહીમાંથી શોધી કાઢે છે. જયારે અલિઝા ટેસ્ટીંગમાં આ દિવસો ડબલથી વધારે થતા હોય છે. હાલમાં ઉતમ ગુણવતાવાળુ લોહી પુરુ પાડવા માટે નેટ એ વૈશ્ર્વિક સ્તરે ઉચ્ચતમ ધારાધોરણને અનુસરે છે. લાઈફ બ્લડ સેન્ટર વિશ્ર્વકક્ષાએ જેવા કે અમેરિકા અને યુરોપના દેશો જે ઉતમ ગુણવતાવાળુ લોહી દર્દીને આપે છે તેવી જ ગુણવતાવાળુ લોહી અહીં પણ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.