Abtak Media Google News

રકત એ જ જીવન છે. માનવ શરીરના તમામ અવયવો સારી રીતે કાર્ય કરવાની ક્ષમતા બક્ષતું લાલ પ્રવાહી એટલે રકત એ શરીરની નસોમાં વહેતું રહી જીવનને ધબકતું રાખે છે.

લોહીના મુખ્ય ધટકો:-ે

* રકતકણ:- તે રકતને લાલ રંગ આપે છે. અને શરીરને ઓકિસજન પુરો પાડે છે.

* શ્ર્વેતકણ:- તે શરીરમાં રોગોનો પ્રતિકાર કરવાની શકિત

* ત્રાકકણ:- ઘામાંથી વહેતા લોહીને અટકાવવાનું કાર્ય કરે છે.

* પ્લાઝમા:- આ ‚ધીર રસમાં રકતકણ, શ્ર્વેતકણ અને ત્રાકકણ તરતા રહે છે. તે માનવ શરીરને જીવન શકિત બક્ષે છે.

લોહીની કયારે જ‚ પડે્ય:-

* ગંભીર અકસ્માત કે ધરતી કંપ જેવી કુદરતી દુર્ધટનામાં ઘાયલ થવાથી પુષ્કળ લોહી વહી જાય ત્યારે

* મોટાભાગના ઓપરેશન થાય ત્યારે

* થેલેસેમીયા, હિમોફિલીયા, કેન્સર અને એનિમિયાની સારવાર દરમ્યાન

* ગંભીર રીતે દાઝી જવાની ધટના બને ત્યારે

* પ્રસુતિ સમયે

* કેટલાક પ્રકારના ચેપ નિવારવા માટે

રકતદાન કરવાથી શું ફાયદો?:-

રકત કે તેમાંથી છૂટા પાડેલા રકત ઘટક મળવાથી દર્દીને આરોગ્ય ઝડપથી પ્રાપ્ત થાય છે. પરંતુ રકત આપનારને કોઇક માટે કંઇક કરી છુટવાનો દિવ્ય સંતોષ ઉપરાંત કેટલાંક આરોગ્ય લાભો પ્રાપ્ત થાય છે.

Knowledge Corner Logo 3

અભ્યાસ પરથી એવું સાબિત થયું છે કે નિયમિત રકત આપવાથી ગળું, હોજરી, લીવર અને મોટા આંતરડાનું કેન્સર થવાની સંભાવના ઘટી જાય છે. કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે. અને હાઇ પર કોલેસ્ટરોલની જાણકારી પ્રાપ્ત થાય છે. રકત આપવાથી આપણા શરીરમાંથી રકતકણો ઓછા થાય છે. પણ જોડા સમયમાં જ આપણું શરીર તંત્ર નવું લોહી બનાવી લે છે તેની સાથે તાજા લાલ રકતકણ બને છે જે શરીર માટે લાભદાયક છે.રકત આપનારના રકત પ્રવાહમાંથી કોલેસ્ટોલનું પ્રમાણ ઘટે છે. અને ‘આર્ટે રિ ઓસ્કલેરોસિસ’ જેવો સામાન્ય પણે જોવા મળતો હ્રદય રોગ થવાની સંભાવના ઘટે છે.

રકતદાન કરવાથી વધારાની કેલરી બળી જાય છે. કોઇપણ વ્યકિત આહારમાં પરેજી પાળીને કે નિયમિત રીતે રકત આપીને ફીટ રહી શકે છે. ૪૫૦ એમ.એલ. રકત આપવાથી ૬૫૦ જેટલી કેલરી શરીરમાંથી ઓછી થાય છે ને શરીરને ફીટ રાખે છે.

રકતદાન પહેલા હીમોગ્લોબિનનું પ્રમાણ ચકાસાય છે બ્લડ પ્રેશર મપાય છે. શરીરનું વજન કરાય છે. રકત આપ્યા પછી તેનું પાંચ મહત્વનાં રોગો માટે પરિક્ષણ કરાય છે. રકત આપ્યા પછી તેનું પાંચ મહત્વનાં રોગો માટે પરિક્ષણ કરાય છે. જેમાં હીપેટાઇટિસ, બી અને સી, ગુપ્તરોગો, એચ.આઇ.વી. થેલેસેમીયા, જેવી વિવિધ તપાસ કરાય છે.

નિયમિત રીતે રકત આપવાથી શરીરની રોગ પ્રતિકારક શકિત વધે છે. એકવાર રકત આપ્યા પછી આપણું શરીર રકતનો જથ્થો પુન: પ્રાપ્ત કરી લે છે. અને ચાર અઠવાડીયામાં તો લાલ રકતકણની પરિપૂર્તિ પણ થાય છે. આ પ્રક્રિયા આરોગ્ય માટે લાભદાયક બને છે. કેમ કે તેથી શરીરમાં રકત અને તે સાથે ઓકિસજનનું ભ્રમણ સુધરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.