Abtak Media Google News

ડોકટરો બેકટેરીયાથી રોગ માટે એન્ટિબાયોટિક આપે છે

પહેલું સુખ તે જાતે નર્યા આજની માનવીની લાઇફ સાઇલ ખોરાકને કારણે ઘણી મુશ્કેલી વેઠી રહ્યો છે. સામાન્ય મુશ્કેલીમાં સેલ્ફ મેડીસીન ના ઉપયોગને કારણે માનવી મોટી મુશ્કેલીમાં મુકાય છે. ડોકટરના નજર ગ્રહણ હેઠળ લેવાતી દવા તમારા માટે સેઇફ છે. પરંતુ એન્ટિબાયોટિકના આડેધડ ઉપયોગથી મોટો ખતરો ઉભો થયો છે.મોટાભાગે બેકટેરીયાથી થતાં રોગો માટે એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે. પરંતુ વાયરસથી થતાં રોગ ગમે તેટલી દવા આપો તો તે ૭ દિવસે જ મટે છે. કારણ કે આવા વાયરસનું આયુષ્ય સાત દિવસ જ હોય છે. માટે દર્દીએ ધીરજ રાખવી જરુરી છે.

આપણા શાસ્ત્રોમાં પણ ઓરી, અછબડા નીકળતાં ત્યારે દર્દીને સાતમાં દિવસે મંદિર લઇ જતાં ૭૦ ટકા થી વધુ રોગો વાયરસથી થતાં હોય દર્દી અને ડોકટરે આવી સ્થિતિમાં ધીરજ રાખવી અને એકિટબાયોટિક દવાનો ઉપયોગ ટાળવો જોઇએ. અમેરીકામાં તો હવે એન્ટિબાયોટિકની અસર થતી નથી તેથી ટોન્સિલથી પણ મોતને દર્દી ભેટી રહ્યો છે.

ટાઇફોઇડ, ટોન્સિલ, મરડો, કાનની રસી, ન્યુમોનિયા જેવી બિમારીઓ બેકોરીયાથી થતી હોવાથી તેમાં નિયમ માત્રા એકિટબાયોટીક આપવી જરુરી છે.પરંતુ શરદી-ઉઘરસ, પોલીયો, ઝાડા, ડેન્ગ્યુ, સાદો ઝેરી કમળો, ઇન્ફલુએન્ઝા જેવા વાયરસ  બિમારીમાં એન્ટિબાયોટિક દવાનો ઉપયોગ ટાળવો જોઇએ. અમુક દવાઓનું રિએકશન આવતું હોવાથી તમારે ડોકટરને જાણ કરવી જોઇએ. મેડીકલ સ્ટોરમાંથી ડોકટરની પ્રિસ્ક્રિપ્સન વગર દવા ન લેવી. એક સરખી બીમારી હોવા છતાં પણ દર્દીને બીજાની દવા ન આપવી. એન્ટિબાયોટિક દવાની આડ અસર થતી હોવાથી તેનો આડેધડ ઉપયોગ આજના સમયમાં ટાળવો જોઇએ.

Knowledge Corner Logo 3

એન્ટિબાયોટિકનો ઉપયોગ માત્ર મનુષ્યો માટે થઇ રહ્યો છે. એવું નથી આજે તો પોલ્ટ્રી ફાર્મ, ખેતીમાં પણ એન્ટિબાયોટીક દવા વપરાય છે. સરકારે આ માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા પડશે.બેકટેરિયાથી બિમારીમાં હવે તો કેટલીક બીમારીમાં દવા અસર કરતી નથી. ટીબીની બિમારીમાં હાઇડોઝ આપવા છતાં તેની અસર નથી. જનમાનસમાં એવું ઠસાઇ ગયું છે કે એન્ટિબાયોટિક દવા લેવાથી ઝડપથી સારું થઇ જશે. એન્ટિબાયોટિક દવાના આડેધડ ઉપયોગની સમસ્યા ભારત પુરતી સિમીત નથી આ એક વૈશ્ર્વિક સમસ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.