Abtak Media Google News

૧.૩ કરોડ નવા ટેકસ ફાઈલરોને નાણાકીય વર્ષમાં ઉમેરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે વધુ ૧.૩ કરોડ ઈન્કમટેકસ ફાઈલરને ઉમેરવાનું નક્કી કર્યું છે. જે ગત વર્ષમાં ૧.૧ કરોડ રહેવા પામ્યું હતું.  ૨૦૧૮-૧૯ના એસેસમેન્ટ વર્ષમાં ૮.૪૪ કરોડ ટેકસ પેયરો નોંધાયા હતા. જેમાં એ લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો કે જેઓએ તેમની આવક પરના રિટર્ન ન ભર્યા હોય. લોકસભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં સ્ટેટ ફાયનાન્સ મીનીસ્ટર અનુરાગ ઠાકુરે લેખીત જવાબ આપ્યો હતો જે આવકવેરા વિભાગ દ્વારા ટોર્ગેટ નિર્ધારીત કરવામાં આવ્યો છે તેને જોતા અનેકવિધ પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવશે જેમાં નોન ફાઈલરનું આઈડેન્ટીફીકેશન, નોન ફાઈલીંગ મોનીટરીંગ સીસ્ટમ સહિત અનેકવિધ પગલાઓ કી સરકાર તેમના નિર્ધારીત કરેલા લક્ષ્યાંકને સીધ્ધ કરવા માટે પ્રયત્નશીલ રહેશે.

Advertisement

મીનીસ્ટર ઓફ સ્ટેટ ફાયનાન્સ અનુરાગ ઠાકુરને પ્રશ્ર્ન પુછવામાં આવ્યો તે સમયે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૪૬,૧૩,૯૧,૧૬૮ પાનને આપવામાં આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ આંકડો ૩૦ જુલાઈ ૨૦૧૯ સુધીનો છે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, ૩૦૬૧૮ પાન ટીન નંબર સમગ્ર ભારતમાં નોંધાયા છે. એટલે કહી શકાય કે, પાન કાર્ડ ધારકોની સંખ્યામાં ૪૬ કરોડને પણ આંબી ગઈ છે. જ્યારે દેશભરમાં ટેકસ ભરનારાની સંખ્યા ૮.૫ કરોડે પહોંચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.