Abtak Media Google News

અબતકની મુલાકાતમાં શ્યોર લેઝર સેન્ટરની ટીમે આ નવા આવિષ્કારને રાજ્યનું પ્રથમ સોપાન અને દર્દીઓ માટે જણાવ્યું આશિર્વાદરૂપ

મનુષ્ય જીવનમાં કુદરતે આપેલી અનમોલ ભેટમાં નેત્ર દ્રષ્ટિ અમૂલ્ય છે જીવનમાં દ્રષ્ટિની ખોટ ક્યારેય પુરી શકાતી નથી આંખનું જતન ખૂબ જ મહત્વનો છે ત્યારે આધુનિક ટેકનોલોજીના આવિષ્કાર થકી હવે આંખની સારવાર અને ખાસ કરીને ચડેલા નંબર ઉતારવાની પદ્ધતિ દ્રષ્ટિની નબળાઈ ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ બને છે, પરંતુ સતત અપડેટ થતી નવી ટેકનોલોજી અને ખૂબ જ કીમતી કોમ્પ્યુટરરાઈઝ લેઝર મશીનો ના કારણે આ સારવાર ખૂબ જ ખર્ચાળ ગણાય છે ત્યારે રાજકોટમાં આઠ નિષ્ણાત તબીબોએ સામૂહિક રીતે એક જ જગ્યાએ તમામ ટેકનોલોજી ના આવિષ્કારને નિષ્ણાત સર્જનો ના સહિયારા પ્રયાસથી દર્દીઓ માટે એક જ જગ્યાએ અને પરવડે તેવી નંબર ઉતારવાની સુવિધા ઉપલબ્ધ કરવાનું ભગીરથ કાર્ય લોકસેવામાં મૂકવાનો પ્રયાસ કર્યો છે

Advertisement

અબ તકની મુલાકાતેઆવેલા ડોક્ટર ભાવેશ સોલંકી, ડોક્ટર પિયુષ ઉનડકટ, ડોક્ટર શૈલેષ પટેલ ,ડોક્ટર ચેતન હિંડોચા, ડોક્ટર જતીન પટેલ, ડોક્ટર ધર્મેશ શાહ, અને ડોક્ટર હેમંત કણસાગરાએ આ અંગેની વિગતો આપી હતી કે રાજકોટમાં નંબર ઉતારવાના અત્યાધુનિક મશીનો અને ટેકનોલોજી નો એક જ જગ્યાએ આવિષ્કાર કરી સામૂહિક ધોરણે એક અધ્યતન લેઝર સેન્ટર નું નિર્માણ કર્યું છે રાજકોટના આંગણે તારીખ 19 ફેબ્રુઆરી રવિવારે 9:30 વાગે ” પ્રાઇડ વન” પ્રથમ  માળ ડેલ્ટા ડાયગ્નેસ્ટિક સેન્ટર સામે અક્ષર માર્ગ શ્યોર સાઇટ લેઝર સેન્ટર નું પ્રારંભ થવા જઈ રહ્યું છે.. આ લેઝર સેન્ટરમાં આંખના તમામ પ્રકારના નંબરો લેઝર ટ્રીટમેન્ટ થી આધુનિક ટેકનોલોજી ધરાવતા મશીનનો દ્વારા ઉતારવામાં આવશે

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં સ્યોર સાઇટ લેઝર સેન્ટર અલ્ટ્રા મોડલ સંપૂર્ણ સાધન સંપન્ન અને રાજ્યનું એકમાત્ર પૂર્ણ લેઝર સેન્ટર તરીકે સેવારત થતા ખાનગી ધોરણે નિષ્ણાત તબીબો અને ટેકનોલોજીના સમન્વય સાથેનું હાઈ ટેકનોલોજી સાથેનું શિહોર સ્યોર  સાઈટો લેઝર સેન્ટરના રૂપમાં આ આવિષ્કાર ગુજરાતનું પ્રથમ ખાનગી ધોરણે શરૂ થતું આધુનિક લેઝર સેન્ટર બનશે.

શ્યોર સાઇટ લેઝર સેન્ટર’માં ત્રણ ટેકનોલોજીનો સમન્વય: ડો.ધર્મેશ શાહ

આંખના નંબર ઉતારવાની લેઝર ટ્રીટમેન્ટના મશીનો ખૂબ જ કીમતી હોય છે અલગ અલગ જગ્યાએ સારવારનો ખર્ચ ઓછો થાય અને એક જ જગ્યાએ નિષ્ણાત તબીબો અને ટેકનોલોજીનો સમન્વય થાય તે માટે સ્યોર સાઇટ લેઝર સેન્ટરનો આવિષ્કાર કરવામાં આવ્યો છે આ અંગે ડોક્ટર ધર્મેશ શાહે જણાવ્યું હતું કે આ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજીમાં…. સીરિયસ પ્લસ લેઝર મશીનરી માં અધ્યતન ટેકનોલોજીના સહારે આંખની કીકી કોરોનિયા નું સચોટ માપ અને તેનું પૃથકરણ કરવાથી સચોટ રીતે નંબર ઉતારી શકાય છે.

…. વેરીયો ટોપોઈઝર ટેકનોલોજી મશીન આંખની કીકીની અધ્યયન સારવાર અને આરોપણ સહિતની સવલત અને સારવાર માટે કારગત માનવામાં આવે છે

…. કસ્ટમ ક્યૂ ટ્રીટમેન્ટ કોઈપણ પ્રકારના નંબર અને ખાસ કરીને બેતાલા નંબર ની સમીક્ષા કરી લેઝર ટ્રીટમેન્ટ થી નંબર ઉતારવા ની અધ્યતન સારવારનું કામ કરે છે

સ્યોર સાઇટ લેઝર સેન્ટરની આ આધુનિક ટેકનોલોજી એક જ જગ્યાએ ઉપલબ્ધ થવાથી નંબર ઉતારનાર દર્દીઓ માટે સવલતની સાથે સાથે વ્યાજબી ભાવે સેવા ઉપલબ્ધ થશે.

આઠ તબીબોની ટીમ શ્યોર સાઇટ લેઝર સેન્ટરને બનાવશે વન સ્ટોપ સોલ્યુશન સેન્ટર

રાજકોટમાં શરૂ થનારા  સ્યોર સાઇટ લેઝર સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી ની સાથે સાથે નિષ્ણાત આઈ સર્જનની ટીમમાં ડોક્ટર ભાવેશ સોલંકી , ડોક્ટર પિયુષ ઉંનડકટ ડોક્ટર ચેતન હિંડોચા ડોક્ટર જતીન પટેલ, ડોક્ટર સુકેતુ ભપલ  ડોક્ટર ધર્મેશ શાહ અને ડોક્ટરે હેમલ કણસાગરા ની ટીમ અને ટેકનોલોજી ના સમન્વયથી સારવાર નો ખર્ચ ઓછો થશે અને દર્દીઓને વ્યાજબી ભાવે અધ્યતન સારવારનો લાભ મળશે આમ સ્યોર સાઇટ લેઝર સેન્ટર નંબર ઉતારવા માટે વન સ્ટોપ સોલ્યુશન સેન્ટ્રલ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.