Abtak Media Google News

દિપીકા ચિખલિયા અને સિદ્ધાર્થ રાંદેરિયાએ ગ્લોબલ સ્કિલ એકેડેમીના વિદ્યાર્થીઓને એકટીંગ શીખવાડી

ગુજરાતના ગુજજુભાઈ તરીકે ગણાતા સિદ્ધાર્થ રાંદેરિયા અને રામાયણમાં સીતાના કિરદારથી પ્રખ્યાત બનેલી દિપીકા ચિખલીયા તાજેતરમાં રિલીઝ થનારી પોતાની ફિલ્મ ‘નટસમ્રાટ’ના પ્રમોશન માટે રાજકોટ આવી પહોંચ્યા હતા. તેઓએ ગુજરાતી ભાષાની ફિલ્મો વિશે વાતચીત કરી ગ્લોબલ સ્કીલ એકેડમીના વિદ્યાર્થીઓને એકટીંગ શીખવી હતી.

દિપીકા ચિખલિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટ ખાતે તેઓ પોતાની ફિલ્મ ‘નટ સમ્રાટ’ લઈને આવ્યા છે. ઉપરાંત તેમના રોલ વિશે વધુ વાત કરતા જણાવ્યું કે તેમનો રોલ નટસમ્રાટની પત્નિનો છે અને તેમનું નામ મંગળા છે. ખાસ તો તેઓ ૨૫ વર્ષ પછી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું છે અને તેમનો રોલ તેમને ખુબ જ પસંદ છે. કારણકે મંગળા એક ટીપીકલ નારી છે.3 80 જનરલી ફેમીલીમાં એવું બનતુ હોય કે ફાધર જ વધુ હેન્ડલ કરતા હોય પરંતુ જયાં જરૂર હોય ત્યાં મધર કે વાઈફ તેને ખોટા રસ્તેથી સાચા રસ્તે દોરવતા હોય છે તો આજ પ્રકારની લાગણીઓ નટસમ્રાટમાં છે. ખાસ તેઓ રાજકોટ સુધી લોકોને સંદેશો આપવા આવ્યા હતા કે નટસમ્રાટ એકવાર જોવું જ જોઈએ. ૨૫ વર્ષ પછી તેઓના કમબેકમાં તેમને કંઈ ખાસ તકલીફ ન પડી પરંતુ ગુજરાતી બોલવું એ થોડુ ટફ લાગ્યું કારણકે અગાઉ તેમણે હિન્દીમાં કામ કરેલ હતું.

અભિનેતા સિઘ્ધાર્થ રાંડેરિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નટસમ્રાટ એ બધા ગુજરાતી ફિલ્મોથી જુદી તરી આવે છે. કારણકે નટસમ્રાટ કોઈ કોમીડી ફિલ્મ નથી. ચાર દોસ્તારની વાર્તા નથી પણ એક ખુબ જ હૃદયસ્પર્શી કથા છે. ૬૦ વર્ષના માણસથી ૭૫ વર્ષ થી ૮૦ વર્ષનો માણસ થાય અને ખાસ તો આ ફિલ્મમાં વાત તો સમયની છે.

સમય બદલાય એટલે માણસ બદલાય અથવા માણસો જો બદલાય તો સમય પણ બદલાય જાય તેથી લોકોને નિવેદન કર્યું છે સહ પરીવાર આ ફિલ્મ જોવા માટે જવું જોઈએ. આ ફિલ્મ સહ પરીવાર જોવાથી ઘણા બધાનો ઘરના કલેશ પર દુર થઈ જશે. ખાસ તો ઘણા એવા પ્રશ્નો હોય છે જે લોકો બોલતા હોતા નથી પરંતુ ધીમા તાપે ઉકળ્યા કરે છે.

તેમના રોલ વિશે વાત કરતા જણાવ્યું કે તેમના રોલ ‘નટ સમ્રાટ’ કે જે મુખ્ય પાત્ર છે તેનો છે તેમ જણાવ્યું. નટ એટલે અભિનેતા તો આ તકતાના કલાકારની આખી વાત છે. આ વાત એવી છે કે જો કોઈપણને લાગુ પડી શકે. કારણકે છેવટે આ વાત સંબંધોની છે.

ઉપરાંત ગ્લોબલ સ્કીલ એકેડેમી વિશે વાત કરતા જણાવ્યું કે, ગ્લોબલ સ્કિલ એકેડેમીએ રાજકોટનાં યુવાનો માટે મોટી તક છે અને આવી એકેડેમી મુંબઈ ખાતે પણ છે પરંતુ તેની ફીસ ઘરખમ કમરતોડ છે તો આજ વસ્તુ ગ્લોબલ સ્કીલ એકેડમી રાજકોટમાં પુરી પાડે છે. હિન્દુસ્તાનમાં આવી એકેડેમી નથી જે રાજકોટમાં છે.

ફિલ્મના ડાયરેકટર જયંત ગીલાતરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજકાલ રોજે નવી ફિલ્મો આવતી જોવા મળે છે. ખાસ તો ગુજરાતી મુવી મેઈકરની માનસીકતા એવી છે કે તેઓ પોતાનું મુવી ઓછા બજેટમાં બનાવવા ઈચ્છતા હોય છે પરંતુ મુવીનો ઘ્યેય માત્ર કોમેડી જ નથી હોતું.

મુવી જોયા બાદ લોકો તેમાંથી કંઈક પ્રાપ્ત કરવા જોઈએ. આ બાબત ખુબ જ અગત્યની છે. ‘નટ સમ્રાટ’ બનાવવા માટે ૩ કરોડનો ખર્ચ થયો છે. સાથો સાથ માર્કેટીંગ માટે ૭૫ લાખનો ખર્ચ થયો છે પરંતુ આ ખર્ચ વસુલ છે. કારણકે આમુવી જોવા બાદ કેટલાય લોકોના ઘર તુટવાથી બચી શકશે. લોકોને આ ફિલ્મમાંથી એક અલગ જ પ્રેરણા મળી રહેશે. વધુમાં તેમણે જણાવ્યું કે, હંમેશા એવું જ‚રી નથી કે ફિલ્મમાં ખર્ચ વધારે તો ફિલ્મ સારી પરંતુ ફિલ્મનો સકસેસ એ લોકો સાથે જોડાયેલો હોય છે.

કોઈપણ ફિલ્મ હિટ કે ફલોપ એ લોકો પર આધારિત છે. ‘નટ સમ્રાટ’ એક મરાડામાં બનેલી મુવી છે પરંતુ આ મુવીને ગુજરાતીમાં બનાવવાનું કારણ માત્રને માત્ર ફિલ્મનો કોન્સેપ્ટ છે. ખાસ તો યુવા વર્ગ વિશે વાત કરતા જણાવ્યું કે યુવાનો હાલ કયાંકને કયાંક કોમેડી ફિલ્મો પાછળ આંધળી દોટ મુકી રહ્યા છે તો તે તદન ખોટુ છે

અને ખાસ તો રાજકોટના આંગણે જ જયારે ગ્લોબલ સ્કીલ એકેડેમી યુવાનોને પ્લેટફોર્મ આપી રહી છે તે ખુબ જ અગત્યનું છે. કારણકે મુંબઈ જેવી જગ્યાએ પણ આ સુવિધા છે પરંતુ તેની ફિસ એકદમ હાઈ છે. જે સામાન્ય માણસને તો કદાચ પોસાય પણ નહીં તો રાજકોટનાં આંગણે જો ફિલ્મો માટે ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટ હોય તો પ્રોડકશન હાઉસ પણ થવા જોઈએ જેથી રાજકોટમાં જ યુવાનોને મુવીમાં પોતાનું કેરિયર બનાવવા માટે મુખ્યમંત્રી સુધી જવુ પડશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.