Abtak Media Google News

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ મેચમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને રનર અપ ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર: 19મી નવેમ્બરે ફાઇનલ

ક્રિકેટ વિશ્વકપ 2023 શરૂ થવામાં હવે ગણતરીની કલાકો બાકી છે. ગુરૂવારે બપોરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના મુકાબલા સાથે આ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ જશે. વનડે વિશ્વકપની આ 13મી એડિશન છે. ભારતમાં આયોજીત થઈ રહેલી ટૂર્નામેન્ટ અલગ-અલગ શહેરોના 10 સ્ટેડિયમમાં રમાશે. આ વખતે વિશ્વકપમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ સામેલ છે. આઇસીસીનો ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023નો આજથી ધમાકેદાર પ્રારંભ થઇ રહ્યો છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ટૂર્નામેન્ટની ઓપનિગ મેચ રમાશે. આ વખતે ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં છે. છે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે ચેન્નઈથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના મિશનની શરૂઆત કરશે. એટલુજ નહિ 3 હજાર જવાન ખડેપગે રહેશે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને. બીજી તરફ જે લોકો અમદાવાદ ખાતે મેચ નિહાળવા આવી રહ્યા હોઈ તેમના માટે દર 7 મિનિટે મેટ્રો ટ્રેનની સુવિધા રાખવામાં આવી છે.

કુલ 10 ટીમો લેશે ભાગ

આ વખતે વિશ્વકપમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ સામેલ છે.

સેમીફાઈનલ મુકાબલો મુંબઈ અને કલકત્તા ખાતે રમાશે

ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો સેમીફાઈનલ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને ઈડન ગાર્ડંસ કોલકત્તામાં રમાશે.

વિશ્ર્વકપમાં કુલ 48 મેચ રમાશે

આ વિશ્વકપ દરમિયાન કુલ 48 મેચ રમાશે. સૌથી પહેલા રાઉન્ડ રોબિન રમાશે. આ સ્ટેજમાં એક ટીમ બાકીની તમામ 9 ટીમ સામે એક-એક મેચ રમશે. જે ચાર ટીમોના સૌથી વધુ પોઈન્ટ હશે, તે ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. બે સેમીફાઈનલ અને એક ફાઈનલ મેચ રમાશે.

કુલ 10 શહેરોમાં રમાશે મેચ

ભારતના કુલ 10 શહેરોમાં મેચ રમાશે. જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નઈ, લખનઉ, પુણે, બેંગલુરૂ, હૈદરાબાદ અને ધર્મશાલા સામેલ છે.
કંઈ તારીખે યોજાશે ભારતના મેચ

8-ઓક્ટોબર: ભારત અને ઓસ્ટ્રેલિયા, ચેન્નઇ, બપોરે બે વાગ્યે
11-ઓક્ટોબર: ભારત અને અફઘાનિસ્તાન, દિલ્હી, બપોરે બે વાગ્યે
14-ઓક્ટોબર: ભારત અને પાકિસ્તાન, અમદાવાદ, બપોરે બે વાગ્યે
19-ઓક્ટોબર: ભારત અને બાંગ્લાદેશ, પૂણે, બપોરે બે વાગ્યે
22-ઓક્ટોબર: ભારત અને ન્યૂઝિલેન્ડ, ધર્મશાલા, બપોરે બે વાગ્યે
29-ઓક્ટોબર: ભારત અને ઇગ્લેન્ડ, લખનઉ, બપોરે બે વાગ્યે
2- નવેમ્બર: ભારત અને શ્રીલંકા, મુંબઇ, બપોરે બે વાગ્યે
5-નવેમ્બર: ભારત અને સાઉથ આફ્રિકા, કોલકત્તા, બપોરે બે વાગ્યે
12-નવેમ્બર: ભારત અને નેધરલેન્ડ, બેંગલુરુ, બપોરે બે વાગ્યે

રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે

બંને સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જ્યારે લીગ રાઉન્ડમાં કોઈ રિઝર્વ ડે નથી.

ઉદઘાટન મેચમાં ત્રીજી વખત ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ આમને-સામને

દર ચાર વર્ષે યોજાતા આઈસીસી વિશ્વ કપમાં ઉદ્ઘાટન મેચમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ત્રીજી વખત આમને સામને ટકરાશે. વિશ્વ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઇંગ્લેન્ડ હતું જ્યારે રનર ઓફ તરીકે ન્યૂઝીલેન્ડ ટીમનો સમાવેશ થાય છે.

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન

– ઈંગ્લેન્ડ
જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ/હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન, વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વુડ.

– ન્યૂઝિલેન્ડ
ડેવોન કોનવે, વિલ યંગ, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (કેપ્ટન, વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, જીમી નીશમ/રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન

આ રસ્તાઓ રાત્રિના 12 વાગ્યા સુધી રહેશે બંધ. આ બાબતે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની અમદાવાદ શહેરમાં પાંચ મેચો રમાવા જઈ રહી છે. જેને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે મુજબ ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેને લઈજનપથથી સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સીથી મોટેરા ટી સુધીનો માર્ગ સવારે 11 વાગ્યાથી રાત્રિનાં 12.00 સુધી બંધ રહેશે. તેમજ આ જાહેરનામું તમામ મેચો માટે લાગું પડશે. ત્યારે વૈકલ્પિક રસ્તા માટે તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગ પરથી અવરજવર કરી શકાશે. તેમજ કૃપા રેસિડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.