Abtak Media Google News

ઓલ ઇન્ડિયા જરી ફેડરેશને ઇમીટેશન જરીના બે અલગ-અલગ ટેક્સને એક કરવા મહિના પહેલા રજૂઆત કરી પણ નિવેડો ન આવ્યો

જરી ઉદ્યોગના રો-મીટીરીયલ્સની કિંમતમાં ૨૦ ટકાના વધારાની સાથે જીએસટીના બે અલગ અલગ દરોના કારણે હેરાનગતિ વેઠી રહેલા ઉદ્યોગમાં ૪૦ ટકા ઉત્પાદનમાં કાપ આવી ગયો છે. અને ૧૫૦૦ યુનિટ બંધ થયા હોવા છતા છેલ્લા એક વર્ષથી જરી ઉદ્યોગની સમસ્યાને લઇને  સાંભળવા માટે સરકાર પાસે ફૂરસદ જ નથી.

સુરત શહેરમાં વાર્ષિક ટન ઓવર ધરાવતા જરી ઉદ્યોગની હાલત હાલ કફોડી છે.આવી હાલત વચ્ચે દર વર્ષે જુન મહિનામાં ઇદની ધૂમ ખરીદી નિકળે છે. અને લગ્નસરાની ખરીદી પણ થતી હોય છે,પરંતુ આ વર્ષે ખરીદી નિરસ રહી છે.ઇદમાં પણ માત્ર ૨૦ જેટલો જ વેપાર  શહેરના ઉદ્યોગકારોને મળ્યો છે. આવી હાલત વચ્ચે જરીની ચેઇનની હાલત ખાસ કરીને કફોડી બની છે.

એક મહિના અગાઉ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ જરી ઇન્ડસ્ટ્રીએ નાણામંત્રી તેમજ રેવન્યુ સેક્રટરીને ઇમિટેશન જરીના બે અલગ અલગ ટેકસને એક કરવા રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યા મુજબ બે અલગ અલગ ટેકસના કારણે બહારગામના વેપારીની પણ મુંઝવણ વધતી હોય છે. જેના કારણે ઉદ્યોગને ફટકો પડી રહયો છે.

આ મુદ્વે એક વર્ષથી વારંવાર રજુઆત કરતા હોવા છતા કોઇ નિવેડો આવ્યો નથી. અને બીજી તરફ ઉત્પાદનમાં ૪૦ ટકાનો કાપ અને ૫૦૦૦ માંથી ૧૫૦૦ જેટલા જરીના એકમો બંધ થઇ ગયા છે. અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ૨ લાખ કારીગરોમાંથી અડધો અડધ મહિલા કારીગરો છે.

ઉત્પાદનમાં ઘટાડો થતા ૨૫,૦૦૦ થી વધુ કારીગરો બેકાર બન્યા છે. ફેડરેશનના હોદેદારો જણાવે છે કે જરી ઉદ્યોગને કોઇ યોજનાનો લાભ નથી. જીએસટી પછી ટેકસ ની મુઝવણને લઇને નાણામંત્રી, રેવન્યુ સેક્રટરી તેમજ રાજય સરકારમાં રજુઆત કરવા છતા કોઇ ધ્યાન આપતુ નહી હોવાથી જરી ઉદ્યોગને મોટો ફટકો પડી રહયો છ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.