Abtak Media Google News

અદાણી ગૃપે તેના કચ્છ કોપર લિ.પ્રોજેક્ટ માટે ફાયનાન્સિયલ ક્લોઝર આખરી કરી રૂ.6071 કરોડનું સંપૂર્ણ ૠણ ઉભુ કર્યુ

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પેટા કંપની કચ્છ કોપર લિ.એ બે તબક્કામાં વાર્ષિક 1 મિલીઅન ટન રીફાઇન્ડ કોપરના ઉત્પાદન માટે એક ગ્રીન ફિલ્ડ રીફાઇનરી પ્રોજેક્ટની સ્થાપના કરી રહી છે. પ્રથમ તબક્કામાં  વાર્ષિક 0.5 મિલીઅન ટનની ક્ષમતા માટે કચ્છ કોપર લિ.એ ગુજરાતના મુંદ્રા ખાતે ગ્રીન ફિલ્ડ રિફાઇનરી પ્રોજેક્ટ માટે લીડ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં બેંકોનાં બનેલા કોન્સોર્ટીઅમ સાથે સિન્ડીકેટેડ ક્લબ લોન માટે ધિરાણ દસ્તાવેજોની અમલવારી કરી ફાયનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે. આ કોન્સોર્ટિઅમની સભ્ય બેંકોમાં બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, એક્ઝીસ બેંક ઓફ ઇંડિઆ, ઇન્ડિઅન બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર છે. કોન્સોર્ટિઅમમાં સામેલ આ બેંકોએ કચ્છ કોપર લિ.ના આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રૂ.6071 કરોડના સંપૂર્ણ ૠણની જરૂરીયાતને મંજૂર કરી અને કરાર પર સહી સિક્કા કર્યાં છે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ડાયરેકટર વિનય પ્રકાશે જણાવ્યું હતું કે “આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે જોડાયેલા રહીને કચ્છ કોપર લિ.રાષ્ટ્રના ઇવી અને રીન્યુએબલ્સ તરફના સ્થાનાંતરણની ગતિને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરતા રીફાઇન્ડ કોપરના ઉત્પાદનની ક્ષમતાનું નિર્માણ કરવા ધારે છે.” આ પ્રોજેક્ટ માટે જરૂરી ટેકનોલોજી માટેનું આયોજન થયું છે અને મુંદ્રામાં હાલ બાંધકામ સારી રીતે આગળ વધી રહ્યું છે અને ચાલુ નાણાકિય વર્ષ 2024ના પ્રથમ છ માસમાં ઉત્પાદન શરુ કરવા નક્કી કરવામાં આવ્યું છે. “અદ્યતન ટેકનોલોજી અને ડીજીટલાઇજેશનનો વ્યાપક ઉપયોગ કરીને ઇએસજી બેન્ચમાર્ક અનુસાર પ્રદર્શન ગુણવત્તા સાથેનું આ સંકૂલ વિશ્વના સંકૂલો પૈકીનું સૌથી મોટું હશે. આ ફાયનાન્સિયલ ક્લોઝર અમોને જરૂરી સંસાધનો એકત્ર કરી અદાણી ગૃપના નિયત સમયમાં પ્રોજેક્ટ પૂરો કરવાના મહત્વના સંકલ્પને સાકાર કરવા સમર્થ બનાવશે.”

કચ્છ કોપર લિ. અદાણી પોર્ટફોલિઓના સામગ્રી, ધાતુઓ અને ખનનનો એક વર્ટીકલ ભાગ હશે.

કચ્છ કોપર લિ. જઉૠ 7 (પોષણક્ષમ અને સ્વચ્છ ઉર્જા) જઉૠ 9 ( ઉદ્યોગ, અભિનવ અને આંતરમાળખું) તેમજ જઉૠ 13 (કલાયમેટ એક્શન) ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરવા સાથે યુનાઇટેડ નેશન્સના તમામ જઉૠ  માટે પૂરી ગંભીરતા સાથે વચનબધ્ધ છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના સમગ્ર ઊજૠ  માળખા આધારીત ઉત્પાદન અને બનાવવાની પ્રક્રીયાના બેન્ચમાર્ક ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની કંપની ઊજૠની મજબૂત ફિલોસોફી ધરાવે છે.

ભારતના સૌથી મોટા અદાણી બિઝનેસ સમૂહમાં સામેલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (અઊક) એક ફ્લેગશીપ કંપની છે. વિતેલા વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઈઝે ઉભરી રહેલા માળખાકીય સુવિધાઓના વ્યવસાય ઉપર લક્ષ આપવા સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન નોંધાવીને તેનું અલગ અલગ લીસ્ટેડ કંપનીઓમાં રૂપાંતર કર્યું છે. અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ લિ. અને અદાણી વિલ્મર લિ.જેવા સફળ પ્રકલ્પોમાં રૂપાંતર કરીને કંપનીએ તેના મજબૂત બિઝનેસ પોર્ટફોલિયો દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની દીશામાં  નોંધપાત્ર પ્રમાણમાં કામ કર્યું છે. તેના વ્યૂહાત્મક મૂડીરોકાણો, એરપોર્ટ મેનેજમેન્ટ, રોડ, ડેટા સેન્ટર અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આસપાસ કેન્દ્રિત થયા છે, જે મૂલ્યના બંધનોને ખોલવા માટેનો ઉલ્લેખનિય વ્યાપ ધરાવે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.