Abtak Media Google News

લોકો લગ્નને યાદગાર બનાવવા માટે અનેક અનેક વસ્તુઓ કરતા હોય છે. દુલ્હા દુલ્હનની એન્ટ્રીમાં ઘણી વિશેષતા જોવા મળે છે ક્યાંક તો ક્રેનમાં એન્ટ્રી કરવામાં આવે છે ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લગ્નમાં દંપતી ફાયર ગનથી સ્ટંટ કરતા હતા અને પત્ની સાથે અઘટિત ઘટના ઘટી હતી.

Advertisement

હાલમાં સોશિયલ મીડિયા પર ફાયર ગનથી સ્ટંટ કરતા દંપતિ નો વિડીયો વાયરસ થઈ રહ્યો છે જેમાં લગ્નની ઉજવણી સમયે કેપક કાપતા સમયે વરરાજા અને કન્યાએ ફાયર ગન આપવામાં આવી હતી ત્યારે આ બંદૂક માંથી ચિનગારી નીકળતા કન્યા ખરાબ રીતે દાઝી જાય છે.

પતિ પત્ની પોતાની મસ્તીમાં હતા ત્યારે આગના તણખલાએ દુલ્હનને દસાડી દીધી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન ફાયર ગનથી ટીગર દબાવવાની સાથે જ વિસ્ફોટ થાય છે અને તેના પર બેક ફાયર થાય છે આ અકસ્માતમાં દુલ્હનનો ચહેરો ખરાબ રીતે દાઝી ગયો હતો જે બાદ બધા તેને બચાવવા દોડે છે આ વિડીયો ક્યાંનો છે તેને હજુ કોઈ માહિતી સામે આવી નથી.આ વિડીયો જોયા બાદ એક સારા લઈ શકાય કે કોઈપણ વસ્તુને અથવા તો ક્ષણોને યાદગાર બનાવવા માં એટલું મશગુલ ન થઈ જવું જોઈએ કે આપણી મજા જ સજામાં ફેરવાઈ જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.