Abtak Media Google News

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર નાસ્તો કરવા ગયેલા દંપત્તીની પજવણી કરી પતિની નજર સામે જ પત્નીના કપડા ફાડી પતિને માથામાં ધોકા મારી હત્યાની કોશિષ કર્યા અંગેની છ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઝાંઝરડા રોડ પર આવેલી જનકપુરીમાં નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનભાઇ કનૈયાલાલ વાસાણીએ પોતાની પત્ની રશ્મીબેનના કપડા ફાડી છેતડી કરી માથામાં ધોકા મારી હત્યાની કોશિષ કર્યાની જૂનાગઢના ચોબારી ગામના ઇરફાન, સોહિલ હાલા, ઉમર, સોહિલ ઉર્ફે કાકુ, મકસુદ હાલા અને સાહિલ નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ચેતનભાઇ વાસવાણી પોતાની પત્ની રશ્મીબેન અને તેમના પુત્ર અવધ ઝાંઝરડા ચોકડીએ શ્યામ ભજીયાની રેકડીએ નાસ્તો કરવા ગયા ત્યારે રશ્મીબેન વાસવાણીને ઇરફાન નામના શખ્સે આંખ મારી બિભત્સ ઇશારા કરતો હોવાની જાણ તેમના પતિ ચેતનભાઇ વાસવાણીને કરતા તેને ઠપકો દીધો હતો.

ઇરફાને તેના અન્ય સાગરિતોને બોલાવી

ધોકાથી ચેતનભાઇ વાસવાણીના માથામાં ધોકા મારી તેમની નજર સામે જ તેમની પત્ની રશ્મીબેનના કપડા ફાડી વધુ કપડા ફાડી નાખશુ તેવી ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.