Abtak Media Google News

એક્ઝિબીશન કમ સેલમાં ઘરે બનાવેલા સુકા નાસ્તા, મોતી કામની વસ્તુઓ, ઈમીટેશન-જવેલરી, હર્બલ પ્રોડકટ્સ, ચોકલેટ્સ, દીવડાઓને નિહાળી મુલાકાતીઓ અભિભૂત: શહેરની મહિલા આગેવાનોએ પ્રદર્શનની લીધી મુલાકાત

ઓજસ્વિની ફાઉન્ડેશન દ્વારા આજે હસ્તકલા પ્રદર્શન કમ વેચાણનું આયોજન કરાયું હતું. સંસ્થાના પ્રેસીડેન્ટ હેમલબેન દવેના માર્ગદર્શન હેઠળ આયોજીત આ એક્ઝિબીશનને ભવ્ય સફળતા મળી છે. મુલાકાતી બહેનો પ્રદર્શનમાં ગોઠવાયેલી વસ્તુઓ જોઈ અભિભૂત થઈ હતી. શહેરની મહિલા આગેવાનોએ પણ પ્રદર્શનને નિહાળ્યું હતું.

એક્ઝિબીશનમાં હોમમેડ નાસ્તા, મોતી કામની વસ્તુઓ દીવડાં, તોરણ, હર્બલ પ્રોડકટ્સ, રજવાડી પર્સ, ડેકોરેટીવ ગ્લાસ, કેન્ડલસ, ઓર્નામેન્ટસ, કવર, ડ્રેસ, કુર્તી, સીલેકટેડ પુસ્તકો વગેરે જેવી વસ્તુઓનું પ્રદર્શન અને વેંચાણ કરાયું હોવાનું સંસ્થાના હોદ્દેદાર બહેનોએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

અબતક સાથેની વાતચીત દરમિયાન ઓજસ્વિની ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ હેમલબેન દવેએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા દ્વારા એવી સ્ત્રીઓને મદદ કરવામાં આવે છે. જેનામાં આવડત હોવા છતાં તે તેમની કળાને ઉજાગર નથી કરી શકતી ત્યારે સંસ્થા દ્વારા સમાજમાં પોતાનું એક સ્થાન બનાવવા પોતાની જાતે જ આગળ આવે તે મભાટે આવી સ્ત્રીઓને પ્લેટ ફોર્મ અને તક પુરી પાડવામાં આવે છે.Vlcsnap 2018 10 27 13H04M54S177આ ઉપરાંત ઓજસ્વિની ફાઉન્ડેશન રાજકોટ ઉપરાંત વિવિધ ગામડાઓમાં જઇને પણ સ્ત્રીઓને મદદરુપ થાય છે ખાસ તો તેમના પિરિયસના દિવસોમાં મુશ્કેલી ન આવે તે માટે સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવે છે. આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં જીવતા તેમજ પરિવારમાં આર્થિક રીતે મદદરુપ થઇ શકે તે હેતુથી પણ ઓજસ્વિની ફાઉન્ડેશન દ્વારા આ હસ્તકલા પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

આ પહેલા સપ્ટેમ્બર ૨૦૧૮માં આ રીતે જ હસ્તકલા પ્રદર્શન યોજાયું હતું. જેને લોકોએ ખુબ આવકાર્યુ હતું. અને તેમાંથી વધુ પ્રેરીત જઇ બીજી વાર આ પ્રદર્શનનું આયોજન કર્યુ છે. અને અહીં અનેક બહેનો પહેલીવાર અમારી સાથે જોડાઇ છે અને તેને કલાને લોકો સુધી પહોચાડી હરખની લાગણી અનુભવી રહી છે.Vlcsnap 2018 10 27 13H05M17S158આ ઉપરાંત અબતક સાથેની વાતચીત દરમિયાન ભુમિકાબેન મકવાણાએ આજસ્વિની ફાઉન્ડેશ દ્વારા આયોજીત હસ્તકલા પ્રદર્શન પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે તેઓ ખુબ ખુશ છે કે એવી કોઇ સંસ્થા છે સ્ત્રીઓ દ્વારા અને સ્ત્રીઓ માટે ઘણા પ્રેરણાત્મક કાર્યો કરી રહી છે. જેના દ્વારા અનેક સ્ત્રીઓમા રહેલી છુપી કલાને બહાર લાવવાનો એક અવસર મળે છે. ગૃહિણી તરીકે ઘરમાં જ રહેતી સ્ત્રી સંકુચિત મનની થઇ ગઇ હોય છે.

પરંતુ આ રીતે તેને એક સ્ટેજ મળતા તેના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. અને સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવવા સક્ષમ બને છે અહીં આ પ્રદર્શનમાં હું ઇમીટેશન  જવેલરી લઇને આવી છું જેના માટે મારા પરિવારને પુરો સાથ સહકાર પણ મળ્યો છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન ભટ્ટબહેને તેના મંતવ્યો જણાવતા કહ્યું હતું કે ઓજસ્વિની ફાઉન્ડેશનના આ હસ્તકલા પ્રદર્શનને બિરદાવ્યું હતું એ સાથે ઓજસ્વિની ફાઉન્ડેશનનો આભાર પણ માન્યો હતો. કે જેના દ્વારા તેમને તેમની કુકીંગ કલાને લોકો સમક્ષ રજુ કરી શકયા છે. અને તેમના વ્યંજનોનો સ્વાદ લોકોને ચખાડી શકયા છે.

તેમની સ્પેશિયલ આઇટમ મીઠા લીમડાના ગાંઠીયા જે બહારની કોઇ પણ ફરસાયણની દુકાનમાં હજુ સુધી નથી મળી  તેમને લોકોએ ખુબ જ વખાણ્યા છે જે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે આ હસ્તકલા પ્રદર્શન દ્વારા સ્ત્રીઓ આત્મવિશ્વાંસ સાથે તેમની આવડતને પ્રદર્શિત કરવા સક્ષમ બની છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રોજેકટ ચેરમેન રૂપાબેન શીલુએ જ કહ્યું હતું કે ઓજસ્વિની ફાઉન્ડેશન સ્ત્રી સશકિતકરણ માટે ખુબ જ ઉમદા કામગીરી નીભાવી રહ્યું છે. જેના માટે સરકાર પણ અનેક યોજનાઓ સાથે સંસ્થાઓની સાથે જ છુ.

અહિં આ હસ્તકલા પ્રદર્શનમાં મે અનેક સ્ત્રીઓમાં રહેલી કલાને જોઇ અને ખુબ જ સુંદર છે. ઓજસ્વિની ફાઉન્ડેશનમાં પ્રેસિડેન્ટ હેમલબેન દવેની અને તેમના સાથીઓની સ્ત્રી માટેની આ અવિરત કામગીરીથી અનેક મહીલાઓને રોજગારીની એક અમુલ્ય તક મળી રહી છે જે માટે હું તેમને પણ ખુબ અભિનંદન પાઠયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.