Abtak Media Google News

પીએસઆઈ, એસએઆઈની ભરતી માટે દોડમાંથી 15 ગણા ઉમેદવારોને જ બીજા તબકકાની પ્રાથમિક લેખીત કસોટી ઉતીર્ણ કરવાની મર્યાદા રદ કરવા સહિતના સુધારા પોલીસ ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવા યુવાનોએ માંગણી કરી છે.

Advertisement

યુવાનોએ જણાવ્યું છે કે તાજેતરમાં રાજયનાં ગૃહ વિભાગ દવ્રા પીએસઆઈ અને એએસઆઈ પોલીસ ભરતી માટેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

પોલીસ વિભાગની ભરતીના અંતર્ગત પીએસઆઈ એએસઆઈની ભરતી માટે દોડમાંથીજે 15 ગણા ઉમેદવારોને જ બીજા તબકકાની પ્રાથમિક લેખીત કસોટી માટે ઉતીર્ણ કરવાની મર્યાદા ને રદ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

પ્રતીક્ષા યાદી (વેઈટીંગ લીસ્ટ) રાખવામાં આવે જેથી જે પરીક્ષા પાસ કરીને નોકરી સ્વીકારવા નથી માંગતા અથવા કોઈ કારણોસર ગેરલાયક ઠરાવવામાં આવે છે તો પ્રતિક્ષા યાદીમાંથી વિદ્યાર્થીઓને અધિકારી બનવાની તક મળે.

દરેક ભરતી પરીક્ષામાં જે વિદ્યાર્થી કોલેજના છેલ્લા વર્ષમાં હોય છે. એમને પરીક્ષા આપવાની તક આપવામાં આવે છે. તો આ પોલીસ ભરતીમાં પણ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તક આપવામાં આવે અને નોટીફીકેશનમાં કેટેગરી પ્રમાણેની સિટો ફાળવણીમાં જે વિસંગતતાઓ દેખાય રહી છે. તેને દૂર કરવી જોઈએ.અન્ય રાજયોનાં પોલીસ ભરતી બોર્ડ કે ફિઝિકલ પરીક્ષાઓમાં સૌથી અધરી ગણાતી આર્મી જેવી પરીક્ષાઓમાં પણ આટલા કઠોર માપદંડ હોતા નથી તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શા માટે આટલા કઠોર માપદંડ રાખવા માંગે છે?

તમામ જગ્યાઓને કેટેગરી પ્રમાણે ત્રરવાર ભાગલા પાડવાનો શો મતલબ છે? તે ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ છે.અચાનક નિયમોમાં બદલાવ કરવાની શુ આવશ્યકતા નથી?

ભર ઉનાળામાં ફિઝિકલ પરીક્ષા લેવાનું કારણ? અને જો કોઈ વિદ્યાર્થીને જીવનું જોખમ ઉભુ થયું કે પછી અઘટીત દુર્ઘટના બની તો એનો જવાબદાર કોને ગણવામાં આવશે?

અત્યાર સુધી પોલીસ ભરતીથી લઈને તમામ ભરતીમાં પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવે છે જેનાથી દરેક ઉમેદવારનો ફશયદો જ થતો હતો તો અત્યારે તે દૂર કરવાનો અર્થ કે લાભુ શું?આમ કરવાથી ઓછા સમયમાં 20 મીનીટમાંદોડ પૂરી કરનાર ઉમેદવારોને કોઈ જ અન્યાય થવાનો નથી. પરંતુ જયારે જે ઉમેદવારો 23-25 મીનીટમાં દોડ પૂરી કરીને પોતાની શારીરીક સક્ષમતા બતાવે છે. તેવા બાહોશ ઉમેદવારો રહી જશે, જયારે ઉમેદવારોની અંતિમ પસંદગીમાં ત્રીજા તબકકાની મુખ્ય લેખીત પરીક્ષા અને દોડમાં મેળવેલ કુલ માકર્સને ધ્યાને લેવામાં આવે છે. ત્યારે ઓછા સમય 20 મીનીટમાં દોડ પુરી કરનારને મેરીટમાં વધુ માકર્સ અને વધુ સમય 23-24 મીનીટમાં દોડ પૂરી કરનારને મેરીટમાં ઓછા માકર્સ મળશે. આમ જો દરેક ઉમેદવારને શારીરીક ક્ષમતા ઉપરાંત જ્ઞાન ધરાવનાર બાહોશ ઉમેદવારોને પ્રાથમિક પરીક્ષાની તક મળે તો રાજય પોલીસ વિભાગ માટે સારા કર્મનિષ્ઠ, બાહોશ, અને તમામ ક્ષમતાધરાવતા ઉમેદવારો મળશે, અને જેનો લાભ માત્ર પોલીસ બેડાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજયને થશે.

વહેલામાં વહેલી તકે આ અરજને ધ્યાનમાં લેવામાં આવે અને તેને યોગ્ય ન્યાય આપવામાં આવે. આવનાર દિવસોમાં આ નિયમોનાં વિરોધમાં જો વિદ્યાર્થીઓ આ કોરોના કાળમાં ગ્રાઉન્ડ ઉપર આવવા માટે મજબૂર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને કોઈપણ હાની કે જોખમ ઉભુ થશે તો એના માટે જવાબદાર ગુજરાત સરકાર, એમના મંત્રી અને પોલીસ ભરતી બોર્ડ રહેશે તેમ યુવાનોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.