Abtak Media Google News

ઓજસ્વિની ફાઉન્ડેશનની અનોખી સેવા

હેમલબેન દવેના માર્ગદર્શનમાં ટીમ દ્વારા શરૂ કરાયેલ ‘ખાખરા’ પ્રોજેકટમાં ૧૦૦થી વધુ બહેનોને રોજીરોટી મળી

રંગીલા રાજકોટમાં વિવિધ સામાજીક શૈક્ષણિક સંસ્થા ચાલે છે. જેના દ્વારા વિવિધ પ્રવૃતિ પ્રોજેકટ થકી લોકોની સેવા કરી રહ્યા છે. મહિલાઓ દ્વારા મહિલાઓ માટે ચાલતી ઓજસ્વિની ફાઉન્ડેશન તેના વિવિધ પ્રોજેકટથી સમગ્ર ગુજરાતમાં જાણીતી બની છે. છેલ્લા ૧૦ વર્ષથી હેમલબેન દવેના માર્ગદર્શન તળે વિવિધ સંસ્થા કાર્યની લેડીઝવકીંગ કમિટી પ્રોજેકટ સંભાળે છે.

છેલ્લા ૧૫ દિવસથી ચાલતા ‘વર્તન બ્રીજ’ પ્રોજેકટ લોકોમાં સંસ્થાની અમીટ છાપ ઉપસાવી છે. આ પ્રોજેકટેમાં સંસ્થાની ૫૦ બહેનો રાજકોટ તથા ૧૦ બહેનો બહારગામની તેના આસપાસનાં વિસ્તારોના ઘરમાંથી વધારાના વાસણો કલેકટકરીને ફૂટપાથ પર રહેતો શ્રમીકોને તથા બહારગામથી અહિં આવીને મહેનત મજુરી કરતા લોકોને વાસણો અપાઇ છે. સારી ક્ધડીશનનાં વાસણો કલેકટ કરીને જરૂરિયાત મંદોને વાસણો અપાય છે. ટુકાગાળામાં આ પ્રોજેકટે ખૂબ જ સારી ચાહના મેળવેલ છે. લોકો વધુને વધુ જોડાઇને વાસણોની ભેદ આપતા શ્રમીક વર્ગને પડતી મુશ્કેલીનું નિવારણ થયું છે.

ઓજસ્વિની ફાઉન્ડેશન એક અલગ સંસ્થા છે જે ચિલા ચાલુ કાર્યક્રમ ન કરતાં વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરીને લોક ચાહના મેળવતા વિવિધ આયોજનો કરેલ છે. જેમાં છેલ્લા ૮ વર્ષથી સરકારી શાળાને ગ્રામ્ય વિસ્તારમાં બહેનોને સેનેટરી પેડ વિશે માહિતી આપીને વિનામૂલ્યે વિતરણ કરાય છે.

મેડીકલ લેવલે ૪૦થી વધુ લોકો દૃષ્ટિ મળતાની સાથે આઇડોનેશનનું કાર્ય કરાય છે. ખાસ હાલના સંજોગોમાં તરૂણોને સ્વરક્ષલ્ટની તાલિમ અભિયાન શાળામાં આ પ્રકારનું આયોજન ચાલી રહ્યું છે. બાળકોના સર્ંવાણી વિકાસમાં વાર્તાનું મહત્વ છે. તેથી બધી પ્રાથમિક શાળામાં પ્રોજેકેટ ચલાવાય છે. આ ઉપરાંત મોનોયોઝ સેમિનાર, કાઉન્સેલીંગ સેન્ટર સાથે બહેનોને સ્વરોજગારીના પ્રોજેકટ ચલાવાય છે. જોડાવા માંગતા બહેનોએ દાતાઓએ હેમલબેન દવે ૮૭૮૦૭ ૧૩૧૫૦ ઉપર સંપર્ક કરવો.

સમગ્ર બહેનોના ઉત્કર્ષ વિકાસ લક્ષી પ્રોજેકટમાં કૃતિ રાઠોડ, દેવાંગી ચોટલીયા, હેતલ રાવલ, સુરભીબેન આચાર્ય સહિતના બહેનો કાર્યરત છે. લોકડાઉનમાં સંસ્થા દ્વારા અનેકનાં ધંધા બંધ થયા ત્યારે ‘ખાખરા’ પ્રોજેકેટ શરૂ કરીને ઘણા કુટુંબ-પરિવારની આજીવિકામાં મદદરૂપ થયા છે. વર્તન બ્રિજ પ્રોજેકટ વિશે માહિતી આપતા સંસ્થાના પ્રમુખ હેમલબેન દવેએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે અમો વાયર વાલાયક વાસણો જ સ્વીકારીએ છીએ. ચાર બહેનોથી શરૂ કરેલ પ્રોજેકેટમાં આજે ૫૦થી વધુ બહેનો જોડાયા છે. સમાજના દરેક વર્ગે ઓજસ્વિની ફાઉન્ડેશનનાં સમાજ લક્ષી પ્રોજેકટમાં મદદરૂપ થઇને બહેનો ઉત્કર્ષ પ્રોજેકટમાં સહાય ભૂત થવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.