Abtak Media Google News

ડો.એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબને  શ્રદ્ધાંજલી સમિતિ રાજકોટ મિશન 2020  દ્વારા ભારત રત્ન ડો.એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબને શ્રધાંજલિ આપતો કાર્યક્રમ 16 જુન બપોરે 1 થી 2.30 સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન હોલ,ન્યુ માયાણીનગર,પાણીના ટાંકા સામે યોજાશે.સમીર જગોત  ‘કલામ સાહેબ આપ…’ વિષય પર વક્તવ્ય આપશે.શબ્દાંજલી રૂપે મોરારીબાપુ, ગુજરાતના CM વિજયભાઈ રૂપાણી કલામસાહેબને યાદ કરશે.

કારડિયા રાજપુત જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

કારડિયા રાજપૂત જ્ઞાતિ સમાજ દ્વારા વિદ્યાર્થી ભાઇઓ, બહેનોનો સત્કાર સમારોહ શૈક્ષણિક વર્ષ 2016-2017 યોજાશે. ધોરણ 1થી 11 સુધીના વિદ્યાર્થીઓ 60 ટકાથી વધુ અને ધોરણ 12થી કોલેજ સુધીમાં 60 ટકાથી વધુ ટકા  મેળવનાર વિદ્યાર્થીઓએ  માર્કશીટ સાંજે 5.30 થી 7.30 સમાજની વાડી, 150, ફૂટ રિંગ રોડ, મવડી ચોકડીએ મોકલવી. સમાજની વાર્ષિક સાધારણ સભા 24 જૂનના સાંજે 7 કલાકે સમાજની વાડીમાં મળશે. વાર્ષિક એજન્ડા પણ રજૂ કરાશે.

સમસ્ત ભાલાળા પરિવાર દ્વારા સરસ્વતી સન્માન સમારોહ

સમસ્ત ભાલાળા પરિવાર દ્વારા નર્સરીથી કોલેજ સુધીમાં 1થી 3 ક્રમે પરીક્ષા પાસ કરનાર બાળકો, વિદ્યાર્થીઓનો 18મો વિદ્યાદાન સરસ્વતી બહુમાન સમારોહ જુલાઇ માસમાં યોજાશે. વર્ષ 2016-17માં પરીક્ષા પાસ કરનારે માર્કશીટની નકલ સાથે જરૂરી વિગત ભરી 7 જુલાઇ સુધીમાં વિઠ્ઠલભાઇ ભાલાળા, 2/17 ગુંદાવાડી, દુર્લભજીભાઇ ભાલાળા, 6-પટેલનગર, 80, ફૂટ રોડ ખાતે પહોંચાડવી. નર્સરીથી ધોરણ 8માં 80 ટકા, ધો.9થી 12માં 70 ટકા, કોલેજમાં 60 ટકા ઉપર ગુણ રહેશે.

સંત તુલસી ધામમાં બાવન ગજની ધ્વજા ચઢાવાશે

સમસ્ત હિન્દુ ધોબી સમાજ કાર્યવાહી કમિટી દ્વારા પીપળીયા સંત તુલસીધામમાં 52 ગજની ચતુર્થ ધ્વજા રોહણનો કાર્યક્રમ 25 જૂન અષાઢી બીજના રોજ રાણાવાવ પોરબંરદ ખાતેની જગ્યામાં ધામધૂમથી ઉજવાશે. 25 જૂનના બપોરે 12 કલાકે ફરાળનો કાર્યક્રમ યોજાશે. રામદેપીર બાપાની ધ્વજાના સામૈયા બપોરે 3 કલાકે કરશે. બાવન ગજની ધ્વજાના સામૈયા સાંજે 4 કલાકે અને ધ્વજારોહણ 25 જૂનના સાંજે 5 કલાકે કરવામાં આવશે. પીપળીયા ગામ તથા ધોબી સમાજ દ્વારા સાંજે 6.30 કલાકે મહાપ્રસાદ અને સંત તુલસીદાસ બાપાની આરતી સાંજે 7 કલાકે કરાે. રાતે 10 કલાકે સંતવાણી અને રાતે 12 કલાકે રામાપીરના પાઠ, દર્શન ભાવિકો માટે ખુલ્લા રહેશે. દાતા સ્વ.સોમજીભાઇ મીઠાભાઇ ચુડાસમા પરિવાર તરફથી ફરાળ, બાવન ગજની ધ્વજા, પત્રીકાની જવાબદારી સંભાળવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.