Abtak Media Google News

અક્ષય કુમારની  ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથા નું ટ્રેલર થયું રીલીઝ . ઘણા સમય થી આ ફિલ્મ ચર્ચા નો વિષય હતી કે અક્ષય ની આ ફિલ્મ નું ટ્રેલર કેવું હશે. અક્ષય પણ તેના ફેંસ ની ઉત્સુકતા વધારવા માટે એક પછી એક ફિલ્મ ના પોસ્ટર ને સોસિયલ મીડિયા માં મુકતા હતા. આ સાથે અક્ષય કુમારે તેની ફિલ્મનું ટ્રેલર રીલીઝ કર્યું છે.

અક્ષય કુમારે પોતે જ આ ટ્રેલર ને સોસિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કર્યું હતું. અને આ ટ્રેલર સાથે.. ‘’એક પ્યાર જો બદલ ગયા ક્રાંતિ મે ..” ટ્રેલરમાં અક્ષય કુમાર ની સાથે ભૂમિ પેડનેકર પણ જોવા મળે છે.

આ ફિલ્મ સ્વચ્છ ભારત અભિયાન પર આધારિત છે. આ ફિલ્મ ને શ્રી નારાયણ સિંહે ડાયરેક્ટ કરી છે . ફિલ્મ માં ભૂમિ પેડનેકર અક્ષય કુમારની પત્નીના રોલમાં જોવા મળશે. અક્ષય કુમાર ફિલ્મ ના પ્રમોશનની સાથે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને મળ્યા હતા. આ ફિલ્મ 11 ઑગસ્ટ ના રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.