Abtak Media Google News

લૂંટારાઓને ઝડપી લેવા આરએફઓ અને પોલીસ જંગલ વિસ્તારમાં કરી તપાસ

ગિરીનગર જૂનાગઢમાં એક તરફ શિવરાત્રી મીની કુંભની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગીરનાર પર્વત પર બે રશિયન મહિલાઓ પર ઘાતકી હૂમલો કરી લૂંટનો પ્રયાસ થયાની ઘટનાઓ ખળભળાટ મચાવી દીધો છે.

Advertisement

જૂનાગઢમાં દર વર્ષે યોજાતા મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાએ મેળા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સામે સવલ ખડા કર્યા છે. ઉપરોકત ઘટનામાં ઘાયલ થયેલી એક વિદેશી યુવતીને જૂનાગઢ પોલીસે સારવાર અપાવી તેને રાજકોટ સુધી પહોચાડવાની વ્યવસ્થા કરી હતી.

રશિયાની બે મહિલાઓ ગત સોમવારે જૂનાગઢ ફરવા માટે આવી હતી બંને મહિલાઓ ગિરનાર પર્વત પર ચડી રહી હતી ત્યારે ગિરનારની પ્રથમ ટુંક માળીપરબ પહેલા ૧૫૦૦ પગથીયા પાસે ત્રણ શખ્સો ઘસી આવ્યા હતા. આ ઈસમોએ રશિયન મહિલાઓ પાસે રહેલી બેગ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને મહિલાઓએ પ્રતિકાર કરતાઆ શખ્સોએ તેમની પાસે રહેલી તિક્ષણ હથીયાર વડે હુમલો કર્યો હતો. પોતાના ઉપર અચાનક જ થયેલા આ હુમલાથી ભયભીત બંને વિદેશી મહિલાઓએ બૂમો પાડતા આ ત્રણેય શખ્સો નાસી ગયા હતા.

જોકે આ ઈસમોના હુમલામાં એક મહિલાને હાથના ભાગે ઈજા થવા પામી હતી. આ ઘટના અંગે બંને યુવતીઓએ ભવનાથ પોલસી ચોકીમાં આવી ને જાણ કરતા સ્ટાફે તૂર્ત જ આ બારામાં એલસીબી અને એસપીને જાણ કરી હતી. હુમલાખોરોને ઝડપીલેવા તપાસ હાથ ધરી હતી હુમલા બાદ જંગલમાં ગયેલા શખ્સોને ઝડપી જંગલ ખાતાના આરએફઓ સહિતના સ્ટાફે પણ પોલીસ તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.