Abtak Media Google News

ઉપલેટાના વડેખણગામના બંને યુવાન પર નજીવી બાબતે ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો તો

લોધીકાના પારડી ગામે રહેતા મૂળ ઉપલેટા પંથકના બે દલિત બંધુઓ પર ચાર શખ્સોએ અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી ને છરી વડે હુમલો કરનાર પોલીસે મુખ્ય હુમલાખોરની ધરપકડ કરી છે. પારડી ગામે રહીને કડીયાકામ કરતા રોહીત છગનભાઈ બગડા શહેઝદ દાઉદ ઠેબા નામનામુસ્લિમ શખ્સ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી રોહિત પારડી ગામે સહજાનંદ સોસા.માં આવેલ પોતાના પિતાના ઘરે હતો ત્યારે શહેઝાદ ત્યાં આવ્યો હતો ને રોહીત સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપી હતી.

Advertisement

ઉશ્કેરાયેલા શહેઝાદે તેના સાગરીતો દિલાવર વલી સમા, ઈમરાન વલી સમા તથા અન્ય એક શખ્સ સામે મળીને રોહિતને છરીના ત્રણ ઘા ઝીંકી દેતા રોહિત જમીન પર ફસડાઈ પડયો હતો. પોતાના ભાઈ પર થયેલા હુમલાના પગલે રોહિતનો ભાઈ લલીત તેને બચાવવા વચ્ચે પડતા શહેઝાદ સહિતના શખ્સોએ તેના પર ઘાતકી હુમલો કયો હતો. બાદ ચારેય શખ્સો નાસી ગયા હતા. આ ઘટના અંગે રોહિત બગડશએ શાપર પોલીસ મથકમાં શહેઝાદ સહિતના ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.