Abtak Media Google News

આજના સમયમાં પણ જ્યારે આ સૌથી ખાસ લાગતી -1948 બેંટલી માર્ક ટઈં ડ્રોપ હેડ કપ જ્યારે રસ્તા પર દેખા દે ત્યારે  સૌ કોઈ તેને આંખો ફાળીને જોઈ જ રે છે. આ કાર લગભગ 1960માં દેશથી બહાર ગઈ હતી.લગભગ 60 વર્ષો પછી આ કાર ઘરે પરત ફરી છે. 1960માં શાહી પરિવારે આ કાર સાથેનો સંપર્ક ગુમાવ્યા પછી ગુરુવારે મોંઘી અને ખાસ રીતે ડિઝાઈન કરાવવામાં આવેલી બેંટલી કાર ગુરુવારે લક્ષ્મી વિલાસ પેલેસ પરત ફરી હતી. મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે બધી જ કાર ની  “મહારાણી” તરીકે ઓળખાતી આ બેન્ટલી કારને ખાસ બરોડા સ્ટેટના મહારાણી શાંતિદેવી ગાયકવાડ માટે 1940માં ડિઝાઈન કરાવી હતી કે જે દુનિયાની સૌથી મોંઘી કારમાંથી તે એક છે, હાલ આ કાર ગુરગ્રામમાં છે અને તે દુનિયાભરમાં ચાલી રહેલી વિન્ટેજ કારની રેલીમાં જોડાયેલી છે.

Advertisement

પ્રતાપસિંહરાવે આ કાર માટે ઓર્ડર કર્યો હતો તો એ સમયની આ સૌથી મોંઘી કાર બેંટલી હતી. એલ્યુમીનિયમ-બોડી બેંટલી માર્ક ટઈંનું ઈન્ટિરિયર એકદમ નરમ હતું, જેમાં શુદ્ધ સોનાથી બનેલી લાઈનો તેને વધુ આકર્ષક બનાવતું હતું. 21 ગન સેલ્યુટ હેરિટેજ અને કલ્ચર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીએ જણાવ્યું કે, “આ ચાર સીટવાળી બેંટલીને મહારાજાએ ’વોલ્ટ ડિઝની’ શ્રેણી હેઠળ ખરીદી હતી. આ કારની ડિઝાઈન તિજોરીમાં મૂકવામાં આવી છે અને તેને ફરી ક્યારેય ઉપયોગમાં લેવામાં આવશે નહીં. કોઈ અન્ય બેંટલી પાસે આ ડિઝાઈન નથી.”

બેંટલી ત્રણ દિવસના 21 ગન સેલ્યુટ કોન્કર્સ ડી’એલીગન્સ 2023માં ભાગ લેવા માટે વડોદરા પહોંચી છે, આ એક વિનેટજ કાર શો છે જેને શાહી પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવશે, જેમાં 200થી વધારે વિન્ટેજ મોડલ 6થી 8 જાન્યુઆરી 2023માં લક્ષ્મી વિલાસ પેલેસ લોનમાં પ્રદર્શિત કરવામાં આવશે.

શાહી પરિવારના રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું છે કે, “વડોદરાના રાણી માટે ડિઝાઈન કરવામાં આવેલી સુંદર કાર જોવા માટે હું ઘણી જ ઉત્સુક છું, જે આકર્ષક અને સ્ટાઈલિશ છે. મને એવું લાગે છે કે હું ભૂતકાળમાં પાછી જઈ રહી છું.”

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.