Abtak Media Google News

વઢવાણનો સ્થાપન દિને ભોગાવો નદીમાં મહાઆરતીથી સંઘ્યા સજાવાશે

ગિરનાર પછીનો સૌરાષ્ટ્રનો જૂનામાં જૂનો ભૂભાગ એટલે વર્ધમાન પુરી વઢવાણ એવું ગામ નામ વર્ધન મહાદેવ કે વર્ધમાન મહાવીર પરથી પડ્યું છે. જે 2500 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું મનાય છે ત્યારે ઋષિપાંચમે સ્થાપના દિવસ માનીને વતનના વધામણાંની બે દાયકાથી ઉજવણી કરાય છે. વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા બુધવારે સાંજે 5 કલાકે મોક્ષધામવઢવાણ ખાતે ભોગાવો નદીની આરતી કરશે. મૈત્રકરાજ્યમાં વઢવાણ જિલ્લાનો દરજ્જો ધરાવતું હતું.

વઢવાણનગર તેના ઐતિહાસિક ઘટનાઓથી જાણીતું છે. ઈ.સ. 115માં રાણકદેવીનું વઢવાણ ભોગાવામાં સતી થવું, ઈ. સ.1300માં બત્રીસ લક્ષણનો ભોગ લેતી સુપ્રસિદ્ધ માધાવાવનું સર્જન, 1305માં પ્રબંધ ચિંતામણી નામના મહાન ગ્રંથનું વઢવાણમાં સંપાદન, 1820માં કવિ દલપતરામનો જન્મ, 1921માં ગાંધીજીના હસ્તે વઢવાણમાં ઘરશાળાની સ્થાપના, 1945માં વઢવાણ કેમ્પને સુરેન્દ્રનગર નામ અપાયું. આ તમા ઘટનાઓ વઢવાણની ઐતિહાસિકતા સિદ્ધ કરે છે. પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહ રા’ખેંગારને મારીને રાણકદેવીને જૂનાગઢ લઈ જતો હતો ત્યારે રાણકદેવી વઢવાણના ભોગાવામાં સતી થઈ.

જેમાં દાજીરાજે સને 1881માં રાજ્યની લગામ હાથ લીધી હી. 5 મે 1885ના રોજ દાજીરાજ સ્વર્ગસ્થ થયા તેમજ પછી બાલસિંહજી, ત્યારબાદ જશવંતસિંહજી, પછી જોરાવરસિંહજી અને છેલ્લે સુરેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા હતા. આ સમયે આઝાદી મળી અને રજવાડાઓનું વિલીનીકરણ થયું. વર્ધમાનપુરીની સ્થાપના દિન છે ત્યારે મંગળવારે 2 હજાર બાળકોને ગાંઠીયા, બુંદી, ચણાનું ભોજન કરાવાયું. જ્યારે અમિતભાઇ કંસારા, પરેશભાઈ, અસવાર  દશરથસિંહ વગેરે દ્વારા ભોગાવા નદીની આરતી પણ કરાશે. જેમાં બુધવારે સાંજે 5 કલાકે મહાઆરતીમાં સમાજના આગેવાનો રાજકીય પદાધીકારીઓ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.