Abtak Media Google News

સંસ્થાનું શેરબજારમાં લીસ્ટીંગ કરવાનાં સરકારનાં નિર્ણય સામે વિરોધ વંટોળ

જીવન વીમાં સંસ્થા એલઆઈસી ઓફ ઈન્ડીયાનું શેરબજારમાં લીસ્ટીંગ કરવાની અને સરકાર પોતાની માલિકીનો એક હિસ્સો પબ્લીક ઓકુર દ્વારા વેંચી દેશે તેવી નાણામંત્રીએ બજેટ રજુ કરતી વખતે સંસદ સમક્ષ કરેલી જાહેરાતના વિરોધમાં  એલઆઈસી ઓફ ઈન્ડીયાના અધિકારીઓ તથા કર્મચારીઓના અગ્રણી યુનિયનોએ આપેલા રાષ્ટ્ર વ્યાપી એલાન અનુસાર આજે અધિકારીઓ તથા કર્મચારીઓએ બપોરે ૧ થી ૨ સુધી એક કલાકની સજજડ પ્રતિક હડતાલ પાડી સરકારના નિર્ણય સામે ભારે  વિરોધ વંટોળ ર્સજર્યોે હતો.

આજની આ હડતાલમાં એલઆઈસી કલાસ-વન ઓફિસર્સ એસોસીએશન,વિકાસ અધિકારીઓના સંગઠન નેશનલ ફેડરેશન ઓફ ઈન્સ્યુરન્સ ફિલ્ડ વર્કસ ઓફ ઈન્ડિયા તથા વર્ગ-૩-૪ના અગ્રણી યુનિયન ઓલ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ એમ્પ્લોઈઝ એસોસીએશનના સભ્યો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.હડતાલના પ્રારંભે અધિકારીઓ, કર્મચારીઓના સંગઠનોના અગ્રણી લીડરોએ સમુહને માહિતી આપતા સરકારના દેશહિત વિરોધી નિર્ણયની આકરી ઝાટકણી કાઢી હતી આ પછી એલ.આઈ.સી. કે લીસ્ટીંગ કો રોકના હોગા ભાજપ સરકાર હોશમે આઓ દેશ કે પી.એસ.યુ કો બેચના બંધ કરો વગેરે વિવિધ સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજાવી મુકયું  હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.