Abtak Media Google News

સુરત સમાચાર

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હાઈ પ્યોરિટી અફઘાની ચરસ ના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના  પોલીસે 6.56 કરોડ ચરસ કબ્જે કર્યું હતું.. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સુરતના દામકા ગામ ખાતે વોચ ગોઠવી ચરસના જથ્થા સાથે એક સમયે ઝડપી પાડ્યો હતો.

Advertisement

સુરતમાં છેલ્લા ઘણા સમયથી નશાકારક પદાર્થો મળી આવે છે ..નો ડ્રગ્સ ઇન સુરત સીટી અંતર્ગત સુરત પોલીસ સતત નશીલા માદક પદાર્થ વહેંચતા કે લઈ ને જનારા પર તવાઈ બોલાવી છે ત્યારે સુરત માં ફરી એક વખત અફઘાની ચરસ નો જથ્થો ઝડપાયો હતો..સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ને બાતમી મળી હતી કે સુરતના દામકા ગામ ખાતેથી એક ઈસમ સીબીજેડ બાઈક પર ચરસ નો જથ્થો લઈ વહેંચવા માટે જનાર છે .Screenshot 5 6

બાતમીના આધારે પોલીસે દામકા ગામ ખાતે વોચ ગોઠવી સીબીજેડ બાઈક લઈ ને પસાર થનાર જીતેન્દ્ર ને અટકાવી તેમની પાસે રહેલ થેલી માં તપાસ કરતા ચરસ નો જથ્થો મળી આવ્યો હતો..ઘટના ને પગલે પોલીસે જીતેન્દ્ર પટેલ ની ધરપકડ કરી હતી..તેમની ધરપકડ કરી મુદામાલ તપાસતા કુલ 6.56 કરોડ ની કિંમતનું 13.127 ગ્રામ અફઘાની ચરસ નો જથ્થો હોવાનું સામે આવ્યું હતું..તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું.કે બે મહિના પહેલા હજીરા ના રાજગરી ખાતે માછીમારી કરતો હતો.તે દરમ્યાન દરિયામાંથી 13 જેટલા પેકેટ મળી આવ્યા હતા.

જેમાંથી અનેક ખોલતા અફઘાની ચરસ હોવાનું જણાતા 13 પેકેટ દરિયા કિનારે જાડી ઝંખરા માં દાટી દીધા હતા .ત્યારબાદ તેમને માલુમ પડ્યું હતું કે આ અફઘાની ચરસ ની માર્કેટ માં કિંમત ખૂબ જ વધારે છે.જેથી ત્રણ દિવસ પહેલાથી પેકેટ કાઢી ચરસ ના પેકેટ લઈ વહેંચવા માટે ફરી રહ્યો હતો..જેથી પોલીસે જીતેન્દ્ર ની ધરપકડ કરી 6.56 કરોડ કિંમતનું 13.127 કિલો અફઘાની ચરસ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..મહત્વનું છે કે સુરત ના દરિયાકિનારે હમણાં થોડા સમય થી અફઘાની ચરસ ના પેકેટ તણાઈ ને આવતા હોવાની અનેક ઘટના સામે આવી છે જેમાંથી ત્રણ દિવસ પહેલા જ 4 કરોડ નું અફઘાની ચરસ લઈ ને વેચવા જનારા ઝડપાયા હતાં.

જેથી પોલીસે વધુ તપાસ આદરી છે .આ ચરસ ના પેકેટ અફઘાનિસ્તાન થી તણાઈ સુરત ના દરિયા કિનારે આવ્યા હોવાનું અનુમાન સેવવા માં આવી રહ્યું છે..સુરત માંથી અન્ય કોઈ ને અફઘાની ચરસ ના પેકેટ મળ્યા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

 

ભાવેશ ઉપાધ્યાય

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.