Abtak Media Google News
  • શહેરના ૧૦ પાર્લર પરના આઈસક્રિમ ખાવાલાયક નહીં હોવાનો ઘટસ્ફોટ
  • પાલિકા ના ફુડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાનો રિપોર્ટ સામે આવ્યો
  • ૨૯ પૈકી ૧૦ નમૂના ફેલ સાબિત થયા 

સુરત ન્યૂઝ : સુરતમાં આઈસ્ક્રીમમાં મોટી ભેળસેળ જોવા મળી છે. સુરત શહેરના 10 પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવાલાયક નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાલિકાના ફૂડ વિભાગ તરફથી લેવાયેલા નમૂનાનો રિપોર્ટમાં આ ખુલાસો થયો છે, પાલિકા તરફથી ગત દિવસોમાં સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી 25થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી 29 આઈસ્ક્રીમનાં નમૂના લીધા હતાં. જેનું ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું. 29 પૈકી 10 નમૂના ફેઈલ સાબિત થયા હતાં. મિલ્ક ફેટની માત્રા 10 ટકાથી ઓછી હોવાની સાથે ટોટલ સોલીડની માત્રા પણ 36 ટકાથી ઓછી મળી હતી.

Advertisement

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.