• ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસલકરને ગોળી મારી મોરીસે  પોતે જ આત્મહત્યા કરી લીધી.

National News

મુંબઈના દહીંસર વિસ્તારમાં મોટું કાંડ થઈ ગયું છે. અંદરો અંદરના ઝઘડા અને વિખવાદ મૃત્યુમાં પરિણમે છે તે સાબિત થયું છે. ઉદ્ધવ ઠાકરે ની શિવસેના પાર્ટીના દિગ્ગજ નેતા વિનોદ ઘોસાળકર ના દીકરા અભિષેક ઘોસાળકરને ગોળીયે દેવાયો છે. વાત એમ છે કે ગોળી મારનાર વ્યક્તિનું નામ મોરિસભાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિનોદ ઘોસાળકરના દીકરા અભિષેકરને તેની ઓફિસમાં ગોળી મારવામાં આવી. આ ગોળી મોરીસ ભાઈ એ જાતે ચલાવી અને ત્યારબાદ તેણે પોતે આત્મહત્યા કરી લીધી. ચોકાવનારી વાત એ છે કે આ આત્મહત્યાનો વિડીયો ફેસબુક ઉપર લાઈવ કરવામાં આવ્યો.

અત્યાર સુધી આ વિડીયો હજારો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અભિષેક હાથમાં ત્રણ મોબાઇલ રાખીને વાત કરી રહ્યો છે અને જેવો તે ઉભો થાય છે કે તેની છાતીમાં માથામાં અને અન્ય જગ્યાએ ગોળીઓ મારવામાં આવે છે. અભિષેક બચવા માટે રાડા રાડ કરે છે અને ભાગવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે મૃત્યુ પામે છે.

અભિષેક ને કરુણા હોસ્પિટલમાં જ્યારે કે મોરિસ ભાઈ ને ભગવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને બંને હોસ્પિટલમાંથી સમાચાર મળ્યા છે કે તે આ બંનેનું નિધન થયું છે.

ઉલ્લેખનીય છે કે મોરિશભાઈ દહીસર વિસ્તારમાં સામાજિક કાર્યો થકી આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ માટે ઘણી ઓટો રીક્ષા ની પાછળ તેમને પોતાના સ્ટીકર પણ ચોંટાયા હતા. બીજી તરફ અભિષેક ઘોસાળકર દહીસર વિસ્તારમાં વધુ એક વખત કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મોરિશભાઈ ઉપર થોડા સમય પહેલા બળાત્કારનો આરોપ લાગ્યો હતો અને તેઓ જેલમાં હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે તેમની ઉપર જે આરોપ લાગ્યા છે તે રાજનીતિથી પ્રેરિત છે. ત્યારબાદ અંદરખાને શું રંધાયું તેની કોઈ જાણકારી નથી પરંતુ દહીંસર વિસ્તારમાં ધનાધન ગોળીઓ ચાલતા ચકચાર મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.