Abtak Media Google News

 “વન નેશન-વન ઇલેક્શન” શું છે અને આપણાં દેશમાં ક્યારથી શરૂ કરવામાં આવી હતી આ પધ્ધતિ ? 

વન નેશન-વન ઈલેક્શન : કેન્દ્ર સરકારે વન નેશન-વન ઈલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણીને લઈને મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે આ અંગે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારે વન નેશન-વન ઈલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણીને લઈને મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે આ અંગે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સમિતિનું નેતૃત્વ કરશે.

સમિતિનું શું કામ હશે?

પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારે એક દેશ એક ચૂંટણીની શક્યતાઓ શોધવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં આ સમિતિની રચના કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે સમિતિની રચનાની સત્તાવાર સૂચના આજે ગમે ત્યારે આવી શકે છે. પેનલના સભ્યો અંગેની સૂચના પછીથી જારી કરવામાં આવશે.

ખાસ સત્રમાં બિલ

સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર સંસદના વિશેષ સત્ર દરમિયાન એક રાષ્ટ્ર, એક ચૂંટણીબિલ રજૂ કરી શકે છે. સંસદનું ચોમાસુ સત્ર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થયું. જે બાદ હવે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.

Whatsapp Image 2023 09 01 At 11.22.26 Am

આ વિશેષ સત્રમાં 5 બેઠકો યોજાશે જેના માટે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સત્રની શરૂઆત જુના સંસદ ભવનથી થશે અને સત્રની પુર્ણાહુતી નવા સંસદ ભવનમાં થશે.

એક દેશ એક ચૂંટણી શું છે?

એક દેશ, એક ચૂંટણીનો વિચાર સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાનો છે. આનો અર્થ એ છે કે સમગ્ર ભારતમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવશે, જેમાં મતદાન સંભવતઃ એક જ સમયે થઈ શકે છે.

એક દેશ, એક ચૂંટણીની પહેલ ક્યારે થઈ હતી? આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાઈ હતી. પરંતુ 1968-69 માં અનેક વિધાનસભાની ચૂંટણીઓ સેમી પહેલા જ વિસર્જિત થયી હોવાને કારણે એક રાષ્ટ્ર એક ચૂંટણીની પરંપરા તૂટી હતી. આ ઉપરાંત 1970માં પણ લોકસભા ભંગ કરતાં આ પ્રણાલીને અસર પહોચી હતી.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.