Abtak Media Google News

ભગવાન શિવના 11માં અવતાર છે હનુમાનજી 

શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી રાહુને શનિદોષની પીડાથી મૂકતી મળે છે

ચૈત્ર શુદ પુનમ એટલે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જન્મ જયંતી ભગવાન શ્રી રામના પરમ ભકત હનુમાનજી કે જેમને શ્રેષ્ઠ ભકત ગણવામાં આવે છે. કહેવાય છે કે ‘ગુરૂ ગોવિંદ દોન ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરૂદેવકી જો ગોવિંદ દિયો દિખાય’ સંદભકત થકી ભગવાન કે ગુરૂ શ્રેષ્ઠ બને છે. ભગવાન શ્રી રામ પૂર્ણપૂરૂષોમ તરીકે પૂજાય છે. હાલમાં પણ જયા જયા શ્રી રામ બિરાજમાન છે. ત્યાં હનુમાનજી મહારાજ પણ તેમના ચરણોમા બિરાજમાન હોય છે. હનુમાન ચાલીસામાં હનુમાનજીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે.

‘નાશે રોગ હરે સબ પીળા જપત નિરંતર હનુમાત બિરા’

સાપ્રંત સ્થિતિને ધ્યાને લેતા સમગ્ર દેશ કોરોનાનાભરડામાં છે. ત્યારે હનુમાનજી કે જેમને સંકટમોચન કહેવામાં આવે છે. તેઓ સૌની પીળા હરે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના ખાસતો માનવી જે કંઈ પણ પીળાથી પીડાય છે તે જે તે માનવી દ્વારાજ ઉભી કરેલી છે. હાલની મહામારીમાં પણ કયાંક માનવીની જ ભૂલ છે. સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તો આપણે કોરોનાને પણ મ્હાત આપી શકીશું

સબ સુખ લડે તુમ્હારી સરના તુમ રક્ષક કાહુકો ડરના

મનુષ્ય જયારે ચોમેરથી વિપદાઓ વચ્ચે ઘેરાયેલો હોય ત્યારે જેમનું સ્મરણ માત્ર તમામ સંકટમાંથી ઉગારી શકે છે. તેવા હનુમાનજી મહારાજની આજરોજ ઠેર ઠેર સાદગીપૂર્ણ ઉજવણી થશે તથા લોકો સુંદરકાંડના પાઠ કરતા હોય છે. તેનું વિશેષ પૂણ્ય મળે છે. હનુમાનજીનાં મંદિરોમાં આજે ભગવાને ભોગ ધરી સુંદરકાંડના પાઠ કરી આરતી કરવામાં આવશે. ભાવિક ભકતો દ્વારા મોટે ભાગે પ્રભુની ઘરેથી જ પૂજા કરવામાં આવશે.

આજના દિવસે હનુમાન ચાલીસા, સંકટમોચન હનુમાનષ્ટક,
હનુમાન બાહુક કે રામનામના જપથી બજરંગ બલીની કૃપા  વર્ષે છે

કહેવાય છે કે શ્રી રામ જયારે વનવાસ ગયા ત્યારે સીતાજી તથા લક્ષ્મણજી તેમની સાથે હતા. તેવો સંબંધોમા માને શ્રી રામની સાથે નિકળ્યા હતા પરંતુ હનુમાનજી કોઈપણ સ્વાર્થ વિના પ્રભુભકત તરીકે શ્રીરામની ભકિતમાં લીન થયા હતા. અખિલ બ્રહ્માંડમાં શ્રી રામને પૂર્ણ પુરૂષોતમ કહેવાય છે. અને તેમના પરમ ભકત એટલે હનુમાનજી આજની દિવસે હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળની પ્રાપ્તી થાય છે.

‘અષ્ટ સિધ્ધ નવ નિધિ કે દાતા’

હાલ દરેક વ્યકિત જીવનમાં સિધ્ધી તથા ધનની યાચના ધરાવે છે. ત્યારે હનુમાનજીને તો અષ્ટ સિધ્ધી નવ નિધિના દાતા કહેવામાં આવે છે. આજના દિવસે હનુમાન ચાલીસા, હનુમાન બાહુક, સંકટમોચન હનુમાનષ્ટક, રામાયણના જપથી બજરંગબલીની કૃપા વર્ષે છે. ત્યારે સૌ સાથે મળી પ્રભુ શ્રી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીશું કે સૌને દુખોને હરી આજે સૌને સ્વસ્થતા તથા સુખ પ્રદાન કરે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.