Abtak Media Google News

તા. ૨.૬.૨૦૨૩ શુક્રવાર

સંવંત ૨૦૭૯ જેઠ સુદ તેરસ

નક્ષત્ર: સ્વાતિ

યોગ: પરિઘ

કરણ: ગર

આજે જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) રહેશે.

મેષ (અ,લ,ઈ): નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.

વૃષભ (બ,વ,ઉ): જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.

મિથુન (ક,છ,ઘ): તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

કર્ક (ડ,હ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક દિવસ .

સિંહ (મ,ટ): જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.

તુલા (ર,ત): તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો .

વૃશ્ચિક (ન,ય): નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી. મધ્યમ દિવસ.

મકર (ખ,જ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.

કુંભ (ગ ,સ,શ): વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.