શનિવારની એક સાંજ તું મારા નામ આપી દે

શનિવારની એક સાંજ તું મારા નામ આપી દે

બાકી રહેલી મુલાકાતને એક સાંજ આપી દે
શનિવારની એક સાંજ તું મારા નામ આપી દે.

તારા સાથે બાકી છે એ અધૂરી વાતો
એ અધૂરી વાતોને તું એક સાંજ આપી દે.

મારા વગર જ પીવે છે તું રોજ આખી ચા
મારી સાથે તું એ ચા ને પણ એક સાંજ આપી દે.

તારા વગર થાય છે દિવસની સીધી રાત મારી
તારી મુલાકાત માટે મને એક સાંજ આપી દે.

હશે સૂરજ આથમતો અને ઊગતો હશે ચાંદ

બંનેના મિલનની સાથે તું મને એક સાંજ આપી દે.

લાંબા સમયથી જોવ છું તને ફકત કલ્પનાઓમાં
રબરું તું જોવા મળે એવી એક સાંજ આપી દે.

વર્ષોથી મળ્યા નથી તું – હું અને સમય
આપણાં ત્રણેય માટેની તું એક સાંજ આપી દે.

                                                               -નિશા નરાસડા