Abtak Media Google News

મોરબીમાં બાયપાસથી રવાપર સુધીનો રોડ કોરોના લોકડાઉનને પગલે વનવે કરવામાં આવેલ છે જોકે આ રોડ ડામરથી મઢયા બાદ વનવે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે બાયપાસથી રવાપર સુધીના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે અને આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવનાર છે હાલ આ રસ્તો કાચો છે અને વાહન વ્યવહારના કારણે આજુબાજુ રહેતા લોકોને ધૂળની ડમરીઓ ઉડે છે જેથી પ્રદુષણ મોટા પ્રમાણમાં ફેલાય છે અને લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે જેથી આ રોડને ડામર અથવા સીસી રોડ બનાવવામાં આવે પછી જ વનવેનું જાહેરનામું બહાર પાડવામાં આવે જો આમ કરવામાં નહિ આવે તો આગામી ચોમાસામાં રસ્તા પર મોટા ખાડાઓ પડશે અને લોકો તેમજ વાહનચાલકો હેરાન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.